રાજપીપલા પાદરિયાની વાડી પાસે પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓનો પાલિકામાં હોબાળો

રાજપીપલા પાદરિયાની વાડી પાસે પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓનો પાલિકામાં હોબાળો
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળામાં પાદરીયા વાડી પાસેના વિસ્તારમાં પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઊઠયા છે અનેક રજૂઆતો છતાં નિરાકરણ નહિ આવતા વિસ્તારની મહિલાઓ રાજપીપલા નગરપાલિકા ખાતે પોહચી હોબાળો કર્યો હતો પાદરીયા વાડી વિસ્તારમાં છેલ્લા ૧૫ વર્ષથી પાણીની સમસ્યા હોવાનું ત્યાંના રહીશો જણાવી રહ્યા છે
વિસ્તારના રહીશ કમલેશ ચૌહાણ જણાવે છે કે 15 વર્ષથી અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે આ લોકોને રજુઆત કરીને અમે થાકી ગયા છે અમારા વિસ્તારમાં જે બોર કર્યા છે તે પણ ફેલ ગયા છે એ પૈસા ગયા ક્યાં ? અમે સમયસર અમે વેરો ભરીએ છીએ છતાં પણ અમને પાણી નથી આપતા અને કચરો પણ ગટરનો અમારા ઘરમાં આવે છે સહિતના આક્ષેપ કર્યા હતા તેમજ ઝડપથી પાણીની સમસ્યા દૂર થાય તેવી માંગ કરી હતી