૨૬-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- ભુજ તાલુકાની શ્રી નોખાણીયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રના ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ખૂબ જ ઉત્સાહ સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે ગામમાં પ્રભાતફેરી કાઢ્યા બાદ શાળાના પ્રાંગણમાં યોજાયેલ કાર્યક્રમમાં દીકરીની સલામ દેશને નામ અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલી દીકરી રેખા રણછોડ છાંગાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય હરિસિંહ જાડેજાએ સૌને આવકારી પ્રજાસત્તાક દિનની ઉજવણીનો હેતુ સમજાવ્યો હતો.બાળકોએ દેશભક્તિ ગીત, ગરબો, પિરામિડ, નાટક વગેરે રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ગામના યુવા ટ્રાન્સપોર્ટ અગ્રણી ભરતભાઇ છાંગા દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ગ્રામજનો માટે તેમના તરફથી અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે એસ.એમ.સી. અધ્યક્ષ ભિલાલ સમા, રણછોડ છાંગા, કાનજી છાંગા, મનજી છાંગા, મામદ સમા, હરિભાઈ ચાડ, દામજી છાંગા, હાજી મામદ સુમરા, પ્રવિણ છાંગા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના મ. શિ. નમ્રતા આચાર્યે જ્યારે આભારવિધિ લીલાધર બિજલાણીએ કરી હતી. આયોજનને સફળ બનાવવા શાળા પરિવારના બ્રિજેશ બૂચ, નિલેશ બિઢેર, કેશુભાઈ ઓડેદરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.







