NANDODNARMADA

મોહસીન એ આઝમ મિશન રાજપીપળા દ્વારા ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વે વૃક્ષારોપણ કરાયું

મોહસીન એ આઝમ મિશન રાજપીપળા દ્વારા ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વે વૃક્ષારોપણ કરાયું

રાજપીપળા બાલાપિર દરગાહ ખાતે રાજપીપળા ટાઉન પીઆઈ આર.જી ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું વૃક્ષારોપણ

દેશની સેવા કરવાં ઇચ્છતા હોય તો દરેક વ્યક્તિ પોતાના હાથે વૃક્ષ વાવો : સૈયદ હસન અસ્કરીમિયાં ( મોહસીને આઝમ મિશન વડા )

રાજપીપળા : જુનેદ ખત્રી

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા પર્વ ની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજપીપળાના મોહસીને આઝમ મિશન દ્વારા રાજપીપળા બાલાપીર બાબાની દરગાહના કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરી ૭૭ માં સ્વાતંત્રતા પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી

મોહસીને આઝમ મિશન ના વડા સૈયદ હસન અશકરી મિયાંના આદેશ મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજપીપળા બ્રાન્ચ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ છે આ કાર્યક્રમ ખાસ રાજપીપળા ટાઉન પી આઈ આર.જી. ચૌધરીની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો મોહસીન એ આઝમ મિશન દ્વારા સતત સમાજસેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે ઉપરાંત કોરોનાની કપરી પરિસ્થિતિમાં અનાજની કીટનું વિતરણ વિધવાઓ ને સહાય, ગરીબ બાળકીઓ ના લગ્ન ઉપરાંત ગરીબોની મદદ કરી મોસીન એ આઝમ મિશન દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું મોહસીને આઝમ મિશન દ્વારા રાજપીપળા સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માં પણ વૃક્ષારોપણ ના કાર્યક્રમો કરવામાં આવે છે

આજના કાર્યક્રમ માં મોહસીને આઝમ મિશન રાજપીપળાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો અને મીશનના સભ્યો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

મોહસીને આઝમ મિશન રાજપીપળાના પ્રમુખ શાહનવાજ પઠાણ એ જણાવ્યું હતું કે દેશની સેવા કરવાં ઇચ્છતા હોય તો દરેક વ્યક્તિ પોતાના હાથે વૃક્ષ વાવો , નો ઉત્તમ સંદેશ આપનારા મોહસિને આઝમ મિશનના વડા સૈયદ હશન અશકરી અશરફીયુલ જિલાની ના આદેશ અનુસાર રાજપીપલા મોહસિને આઝમ મિશન દ્વારા તો ખાતે ૭૭ માં સ્વતંત્રતા દિવસે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કરી ઉજવવામાં આવ્યો હતો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button