વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીરનાં આમથવા ગામમાંથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક ઝડપાયો,52 હજારનો મુદ્દામાલ જપ્ત 4 ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા…
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં આમથવા ગામમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો દારૂનો જથ્થો કારમાં ભરી લઈ જતા એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.તેમજ દારૂનાં જથ્થા સહિત કુલ કિં.રૂ.52,500/- નો મુદ્દામાલ જપ્ત કરી 4 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા…પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લાની સુબીર પોલીસે બાતમીના આધારે ઝાખરાઇબારી ફોરેસ્ટ નાકા પાસે વોચ ગોઠવી હતી.તે વેળાએ વેગેનાર કાર રજી.નં.MH-03 -AW- 3893 આવતા ઉભી રાખી તપાસ કરવામાં આવી હતી.અહી પોલીસની ટીમને વેગીનોર ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો પાસ પરમિટ વગરનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે કાર ચાલક વિનાયક સખારામ રાઉત (રહે.રહે.વારસા સીતારીપાડા તા.સાક્રી જી.ધુલીયા રાજ્ય.મહારાષ્ટ્ર)ની અટક કરવામાં આવી હતી.તેમજ પોલીસે દારૂની કુલ બોટલ નંગ- 240 જેની કિ.રૂ.12000/- તથા કારની કિ.રૂ. 40,000/- તથા મોબાઇલ ફોન જેની કિં.રૂ.500/- એમ મળી કુલ કિંમત રૂપિયા 52,500/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.હાલમાં દારૂનો જથ્થો આપનાર રામ (જેનું પુરૂ નામ ઠામ જણાઈ આવેલ નથી) અને તેનો એક સાથીદાર (જેનું નામ ઠામ જણાઈ આવેલ નથી ) તથા દારૂનો જથ્થો મંગાવનાર જયેશ રોગ્યા લાખન (રહે.ગામ, ટાંકલીપાડા (પીપલાઇદેવી), તા.સુબીર જી.તાપી) અને સંજય ગમજ પવાર(રહે.ગામ. પીપલપાડા,તા.સુબીર જી.તાપી)નાઓ મળી કુલ 4 ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.આ બાબતે સુબીર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…









