
ડિસા તાલુકાનાં સોયલા ગામે સિકોતર માતાજીના મંદિર હવન યજ્ઞનું નાગજીભાઈ ભુવાજી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વેદિક મંત્રોચ્ચારથી યજ્ઞનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. ભુવાજી નાગજીભાઈ જોશી ,બળદેવભાઈ જોશી દ્વારા આવેલા મહેમાનો સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ,ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઇ દેસાઈ,લાખણી એ.પી.એમ.સીના પૂર્વ ચેરમેન બાબુલાલ પાનકુટા,જુના નેસડા જિલ્લા પંચાયતના પૂર્વ ડેલીકેટ જેઠાભાઈ દેસાઈ ,બલોધર તાલુકા પંચાયતના પૂર્વ ડેલીકેટ નરસિંહભાઈ પાનકુટા, જુની ભીલડી સરપંચ મનુભાઈ જોશી, સોયલા ગામના સરપંચ નારણભાઈ જોષી, આર.બી.જોષી ડીસા, ડી.કે જોષી વગેરે સામાજિક રાજકીય સહકારી આગેવાનો પત્રકાર ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી.
ભરત વાઘેલા ભીલડી








