
સાગબારા ગામે લોનના બહાને યુવાન સાથે રૂ. ૭૦ હજારની છેતરપિંડી કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ
રાજપીપલા ; જુનેદ ખત્રી
વિવિધ હથકંડાઓ વાપરીને ગઠિયાઓ રૂપિયા પડાવવાની કોશિશ કરતા હોય છે લોન આપવાના બહાને સાગબારામાં એક યુવાન સાથે ૭૦ હજાર રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવા પામી છે
પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપી પ્રીયેશ ઉર્ફે પીયુશભાઇ ઉર્ફે ડુંગો નરેશભાઇ વસાવાએ ફરીયાદી અમીરૂદ્દીન નીઝામુદ્દીન વસાવા ને ફીક્ષ ડીપોઝીટ કરી આપવાના બહાને રૂપીયા ૫૦,૦૦૦/-પોતાના ઇ-મોબાઇલ મા ટ્રાંઝક્સન કરી લઇ તેમજ ફરીયાદીની જાણ બહાર પ્રથમ લોન પેટે રૂપીયા ૫૦,૦૦૦/-ની લઇ જે લોન બારોબારો ભરપાઇ કરી દઇ તેમજ બીજી લોન પણ ફરીયાદીના લોન ખાતા માથી ફરીયાદીની જાણ બહાર રૂપીયા ૫૦,૦૦૦/- ની લઇ તેમાથી ૨૦,૦૦૦/-રૂપીયા નહી ભરી.તેમજ સદર આરોપીએ ફીક્ષ ડીપોઝીટના રૂપીયા ૫૦,૦૦૦/- તેમજ લોન પેટેના રૂપીયા ૨૦,૦૦૦/- મળી કુલ્લે ૭૦,૦૦૦/- જેટલા રૂપીયા ફરીયાદીને વિશ્વાસમા લઇ છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરતા સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે






