DAHOD CITY / TALUKOGUJARAT
સંજેલી ની નાળ ફળીયા પિછોડા પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી

તા.૨૦.૦૩.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Sanjeli:સંજેલી ની નાળ ફળીયા પિછોડા પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રા.શાળામાં “વિશ્વ ચકલી દિવસની “ઉજવણી કરવામાં આવી.દર વર્ષે 20મી માર્ચને વિશ્વભરમાં વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.શાળાના મુખ્ય શિક્ષકશ્રી જગદીશકુમાર કામોળ દ્વારા બાળકોને ચકલી દિવસની ઉજવણી કરવાના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.શાળાના બાળકોમાં આવા વિલુપ્ત થતા પક્ષીઓ અને પ્રાણીઓના રક્ષણ માટે જાગૃતતા આવે એ માટે શિક્ષક મિત્રોના માર્ગદર્શન હેઠળ ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.સાથે સાથે ચણ અને પાણી માટે ચકલી માળા બાંધવામાં આવ્યા હતા.
[wptube id="1252022"]









