JETPURRAJKOT

રાજકોટમાં જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્રના માર્ગદર્શન હેઠળ ક્ષયના ૫૦ દર્દીઓને ન્યુટ્રીશિયન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

તા.૧૦/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

દેશભરમાં વર્ષ ૨૦૨૫ સુધીમાં ક્ષય નાબુદી અર્થે કેન્દ્ર સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી ટીબીમુક્ત ભારત’ અભિયાન કાર્યરત છે. આ અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે ગત તા. ૦૮ જુલાઈના રોજ રાજકોટ શહેરમાં જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર ખાતે ટી.બી.ના ૫૦ દર્દીઓને પોષણ આહારની કીટના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રાજકોટ જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્રના જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. ઘનશ્યામ મહેતા તથા શહેર ક્ષય અધિકારીશ્રી ડો. પરેશ કડિયાએ જણાવ્યું હતું કે, ક્ષયના દર્દીઓને રોગનો સામનો કરવા માટે પોષણયુક્ત આહારની વધારે જરૂરિયાત રહેતી હોય છે. આથી, નિરાધાર સેવા ટ્રસ્ટ તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે ક્ષયના ૫૦ દર્દીઓને પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ.૬૦૦ની ન્યુટ્રીશિયન કીટમાં મગ, દાળ, ચણા, ચોળી, શીંગદાણા, દાળીયા, ગોળ અને પંચરત્ન દાળ જેવા પોષણયુક્ત ખાદ્યપદાર્થોનો સમાવેશ કરાયો હતો. આ કાર્યક્રમમાં ત્રણ દર્દીઓને વ્યસનમુક્ત પણ કરવામાં આવ્યા હતા. તેમજ ડો. બાદલ વાછાણી અને ડો. સમીર દવેએ ક્ષયના દર્દીઓને નિયમિત રીતે સારવાર લેવા બાબતે ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સુરેશભાઈ મુંગરા, શ્રી મહેશભાઇ રાચ્છ, શ્રી પિયુષભાઈ કેલૈયા, શ્રી ગાર્ગીવભાઈ ભટ્ટ, શ્રી મનોજભાઈ, શ્રી ધ્રુવભાઈ સહિતના તમામ સ્ટાફએ જહેમત ઉઠાવી હતી. તેમજ નિરાધાર સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી ધીરુભાઈ હાપલીયા તથા સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખશ્રી વિજયભાઈ ડોબરીયા તથા અગ્રણીશ્રીઓ રમેશભાઈ રૂપાપરા, આયદાનભાઈ વીરડા, ભરતભાઈ ભાગ્યરાજ, દિનેશભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ અને ભરતભાઈ ભાગયા ઉપસ્થિત રહ્યાં હતાં.

[wptube id="1252022"]
Back to top button