
વિજાપુર કુકરવાડા નો યુવકની અયોધ્યા તરફ સાયકલ ઉપર કૂચ કરી 1300 કિલોમીટર નુ અંતર કાપશે
100 કિલોમીટર ના અંતરે આરામ લેતા 17 દિવસ સુધી માં અયોધ્યા પોહચશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના કુકરવાડા ગામના યુવકે અયોધ્યા ખાતે રામ લલ્લા ના દર્શન કરવા માટે સાયકલ ઉપર સવારી કરી 1300 કિલોમીટર નું અંતર કાપીને જવા માટે નીકળતા ગ્રામજનો એ યુવકને વિદાય આપી હતી ગામ માં આવેલ રામજી મંદિર ના દર્શન કરી અયોધ્યા પોહચી ત્યાં પણ રામજી ના દર્શન કરી ધન્યતા નો અનુભવ કરશે કુકરવાડા ના 23 વર્ષીય યુવક કેશવ કુમાર પુખરાજ ભાઈ પુરોહિત અયોધ્યા રામલલ્લા ના દર્શન માટે નીકળતા પ્રથમ 95 કિલોમીટર નું અંતર કાપી ને શામળાજી પોહચ્યા હતા 17 દિવસ ની આ યાત્રા માં અયોધ્યા સમયસર પોહચવા માટે પ્રથમ ત્રણ દિવસમાં 100 કિલોમીટર અંતર વિરામ કરવા નો નિર્ણય કર્યો છે તેઓ શામળાજી ઉદેપુર ચિતોડગઢ લખનઉ થઈ ને 20 જાન્યુઆરી સુધીમાં અયોધ્યા પોહચી દર્શન કરવા નો નીરર્ધાર કર્યો છે જેને લઇને આ સાયકલ સવાર પોતાની યાત્રા સફળતા પૂર્વક પાર કરે તેવી ગ્રામજનો અને મુલાકત કરતા લોકોએ શુભેચ્છા ઓ આપી હતી





