
તા.૦૫.૦૪.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લામાં દાહોદ ની એસ. આર. કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ અર્બન હોસ્પિટલ રળિયાતી ખાતે 132 દાહોદ વિધાનસભા મત વિભાગના મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્કૂલ ઓફ નર્સિંગ ના વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ તથા મોટા ભાગના વિદ્યાર્થીઓ પ્રથમ મતદાર હોય તો બિનચૂક મતદાન કરવા માટે પ્રેરીત કરવામાં આવ્યા અને અચૂક મતદાન કરવા માટે સૂચન કરવામાં. આવ્યું લોકશાહીનો પાયો મજબૂત બનાવવા માટે તેમના મતની શું કિંમત હોઇ શકે તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી તેમજ સહ પરિવાર મતદાન કરવા સમજૂત કરવામાં આવ્યા હતા સાથે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત દાહોદ ના માન. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ઉદય ટીલાવત , તાલુકા આરોગ્ય હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણિયા, સ્કૂલ ઓફ નર્સિંગ ના પ્રિન્સીપાલ હેમલતા બેન સહિત કમૅચારીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા