GUJARATNANDODNARMADA

રાજપીપલા સહિત નર્મદા જિલ્લામાં વિજિલન્સ ટીમ ત્રાટકી, ૩૫ જગ્યાએ વીજ ચોરી ઝડપી ૩૫ લાખનો દંડ ફટકાર્યો

રાજપીપળા ટાઉન અને ૧૦ જેટલા ગામોમાં મડશ્કે ઓચિંતી રેડ કરી વીજ ચોરી ઝડપી પાડી

રાજપીપલા સહિત નર્મદા જિલ્લામાં વિજિલન્સ ટીમ ત્રાટકી, ૩૫ જગ્યાએ વીજ ચોરી ઝડપી ૩૫ લાખનો દંડ ફટકાર્યો

 

 

સુરત ભરૂચ અને રાજપીપળાની વિજિલન્સ ટીમે રાજપીપળા ટાઉન અને ૧૦ જેટલા ગામોમાં મડશ્કે ઓચિંતી રેડ કરી વીજ ચોરી ઝડપી પાડી

 

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા શહેરના દરબાર રોડ, કસ્બાવાડ, સોનીવાડ, સિંધીવાડ, સ્ટેશનરોડ રાજેન્દ્ર નગર સોસાયટી થી લઈને વાવડી, ગોપાલપુરા, મોટા રાયપુર રામપુરા માંગરોળ સહીત ૧૦ થી વધુ ગામોમાં વીજ ચોરી ઝડપવા માટે સુરત ભરૂચ ની વિજિલન્સની ટીમો રાજપીપળાની વિજિલન્સ ટીમ પોલીસ ની સાથે સવારે મળસ્કે પાંચ વાગ્યાથી ચાર ટિમો બનાવીને સર્ચ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ૧૮૦૦ થી ૨૦૦૦ ઘરોમાં ચેકીંગ હાથ ધર્યું જેમાં ૪૦-૪૫ જેટલી જગ્યાઓ પર વીજ ચોરી પકડાઈ હતી અને આ લોકો ને ૩૫ લાખ જેટલો દંડ ડીજીવીસીએલ ની ટિમો એ ફટકાર્યો છે.

 

રાત્રીના સમયે ડાયરેક્ટ જોડાણ કરી વીજ ચોરી કરતા લોકોને ઉંઘતા ઝડપી પાડવા સુરત ભરૂચ ની વિજિલન્સની ટીમ રાજપીપલામાં રોકાણ કરીને વહેલી સવારે રાજપીપલાની ટીમ સાથે ચાર ટિમો ૫૦ થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટિમો સાથે ચાર ટિમો બનવી બે ટીમો રાજપીપળા ટાઉન અને બે ટીમો રાજપીપળા ટાઉન ની આજુ બાજુના ૧૦ જેટલા ગામોમાં ઓચિંતી રેડ કરી વહેલી સવારે લોકો ઉંઘતા હોય અને વિજિલન્સ ની ટીમોએ ઘરોમાં જય મીટરો ચેકીંગ કરતા અંદાજિત ૧૮૦૦-૨૦૦૦ થી વધુ ઘરોમાં ચેકીંગ કરતા ૪૦-૪૫ જગ્યાઓ પર વીજ ચોરી ઝડપપાઈ, વીજ ચોરી કેટલી કેટલા સમયથી જેનો અંદાજો કાઢી આ લોકોને ૩૫ લાખનો દંડ ફટકાર્યો છે. હજુ અન્ય તાલુકાનો અને ગામો વિજિલન્સ ના ટાર્ગેટ પર છે. જે ગામોમાં હજુ શંકા છે એ ગામોમાં ફરીથી ત્રાટકી શકે છે ત્યારે આ વિજિલન્સની ટીમોએ વીજ ચોરી કરતા તત્વોમાં ફફળાટ ફેલાવી દીધો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button