AHAVADANG

ડાંગ: વઘઇ સર્કલ પાસેથી અસ્થિર મગજનાં આધેડનો મૃતદેહ મળી આવ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઇ નગરનાં ગોળ સર્કલ પાસે ભીખ માગી ગુજરાન ચલાવતા અસ્થિર મગજનાં આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી….ડાંગ જિલ્લાનાં વઘઇ નગરમાં એક અસ્થિર મગજનો આધેડ જે છેલ્લા સાતેક વર્ષથી ભીખ માગી ગુજરાન ચલાવી રહ્યો હતો.આ આધેડ હંમેશા વઘઇ નગરમાં રખડતો જોવા મળતો હતો.તેવામાં આ અસ્થિર મગજનાં આધેડની ગતરોજ વઘઇ નગરનાં ગોળ સર્કલ પાસે લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.આ બનાવની જાણ વઘઇ પોલીસની ટીમને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.અને લાશનો કબ્જો મેળવી પી.એમનાં અર્થે વઘઇ સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.વઘઇ નગરમાં ભીખ માંગીને ગુજરાન ચલાવતો અસ્થિર મગજના આધેડનું અગમ્ય કારણોસર અથવા કોઈ બીમારીથી અથવા વધુ પડતી ગરમીનાં કારણે મોત થયુ હોવાનું તારવી વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે…

[wptube id="1252022"]
Back to top button