*નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામા રોજગાર કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો*
………..
*નર્મદા જિલ્લાની અંદાજિત ૨૮ જેટલી સ્કૂલો “સર્વ શિક્ષા અભિયાન” માં કારકિર્દી માર્ગદર્શન અપાયું*
………..
*રોજગાર કચેરી દ્વારા અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શિત કરાયા*
………..
રાજપીપલા, બુધવાર : નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના રાહબરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાના રોજગાર કચેરી દ્વારા ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન મળે તે હેતુથી કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

નર્મદા જિલ્લાની અંદાજિત ૨૮ જેટલી સ્કૂલો” સર્વ શિક્ષા અભિયાન ” હેઠળ આવેલી છે. જેમાં જિલ્લા રોજગાર કચેરીના કાઉલ્સેલર દ્વારા ઉપરોક્ત તમામ ૨૮ સ્કૂલોમાં કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવેલ છે. જિલ્લાના બુજેઠા અને ડુમખલ જેવા અંતરિયાળ વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓને સર્વ શિક્ષા અભિયાન હેઠળ આવરી લેવામાં આવે છે.
તા.૦૭/૧૧/૨૦૨૩ મંગળવારના રોજ જિલ્લા કેરિયર કાઉન્સેલર સુશ્રી કૃષિકા વસાવા દ્વારા તિલકવાડા તાલુકાની બુજેઠા ગામની શ્રી ગુરુકુળ વિદ્યાલય અને શ્રી સ્વામિનારાયણ હાઇસ્કુલ, એકતાનગર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ સાથે કારકિર્દી બાબતે ધો.૧૨ પછી શું કરવું UPSC અને GPSC એટલે શું, સ્પર્ધાત્મક પરીક્ષાઓ કઈ રીતે આપવી કે એની તેયારી કઈ રીતે કરવી, NCRT અને GCRT ના પુસ્તકોનું સ્પર્ધાત્મક પરીક્ષામાં કેટલું મહત્વ રોજગાર કચેરી કઈ કઈ માહિતી કે વિદ્યાર્થી ઘડતર માટે શું પૂરું પાડે છે આઇ.ટી.આઇ. માં ચાલતા કોર્ષ અને આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓના જીવનમાં ધ્યેય નક્કી કરવો જરૂરી છે કે નહી રોજગારી કઈ રીતે મેળવવી, અનુબંધમ પોર્ટલ, રોજગાર કચેરીમાં નામ નોંધણી કરવી જેવી તમામ બાબતો આવરી લઇ ઉદાહરણ અને એક્સરસાઈઝ સાથે કેરિયર વિષયક વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં તિલકવાડા તાલુકાના બુજેઠાગામના અને ગરુડેશ્વર તાલુકાના એકતાનગરના હાઇસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ કારકિર્દી વિશે માહિતગાર થયા હતાં.









