
વિજાપુર નજીક તિરુપતિ ઋષિવન ખાતે વોટરપાર્ક માં બાળક ના માતા પિતા સેલ્ફી લેવામાં મગ્ન બાળક પડી જતા કર્મચારી 15 સેકન્ડ માં બાળક ને બચાવી લીધુ
બાળકને બચાવવા માટે નિમિત્ત બનેલા કર્મચારી મિલન ભાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નજીક સાબરમતી કિનારે આવેલ તિરુપતિ ઋષિવન માં કામ કરતા કર્મચારીએ વોટરપાર્ક માં ડૂબવા જતા બાળકને ઘડીવાર ની પરવા કર્યા સિવાય પાંચ વર્ષના બાળક ને બચાવી લેતા જે વોટરપાર્ક માં મુકવામાં આવેલ કેમેરા માં કેદ થયુ હતું બનાવ ની હકીકત માં એવું હતુકે પાંચ વર્ષના બાળક ને છોડી માતા પિતા સેલ્ફી લેવા માં મગ્ન હતા તે સમયે પાંચ વર્ષનો બાળક વોટર પાર્ક નજીક ઉભો હતો જેવો બાળક પાણી માં પડવા જતો હતો તે સમયે વોટરપાર્ક ના કર્મચારી મિલન ભાઈની નજર બાળક ઉપર પડતા ઘડીવાર માં બાળકના નજીક પોહચ્યા હતા જ્યાં બાળક વોટરપાર્ક માં પડતા 15 સેકન્ડ માં બાળકને પાણી માંથી બહાર કાઢીને બચાવી લેતા માતાપિતા એ હાશકારો અનુભવ્યો હતો જોકે બે ધ્યાન બનેલા માતાપિતા સેલ્ફી લેવા માં મગ્ન હતા જે સીસી કૅમેરા માં કેદ થયુ હતુ જીતુભાઈ પટેલે વોટરપાર્ક માં નાના બાળકો સાથે આવતા વાલીજનો ને પોતાના બાળકોનો ખ્યાલ રાખીને આનંદ માં રહો તેવી અપીલ કરી હતી અને બાળકનો જીવ બચાવવા માટે નિમિત્ત બનેલા કર્મચારી ને રૂપિયા 1100 આપી તેનું સન્માન કરવામાં આવ્યું હતુ સેલ્ફી લેવા માં મગ્ન રહેતા વાલી ઓ પોતાના બાળકોનું તેમજ યુવકો સેલ્ફી ના સમયે પોતાનુ ધ્યાન રાખવુ જોઈએ
તેવો ઉદાહરણ રૂપ બનાવ બનવા પામ્યો હતો





