
MORBi:મોરબી જીલ્લા પંથકમાં ભારે પવન સાથે અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ
મોરબી શહેરમાં સાંજના સુમારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ભારે પવન ફૂંકવાનું શરુ થયું હતું અને ધૂળની ડમરી ઉડી હતી જેથી મીની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા અચાનક ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ભારે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા પણ થઈ રહ્યા છે. ઓચિંતા આવેલા વરસાદે રોડ રસ્તા ઉપર પાણી ફેરવી દીધા છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં લાઈટ પણ ગુલ થઈ ગઈ છે.
હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારમાં તા. ૧૨ થી ૧૬ દરમિયાન વરસાદની આગાહી કરી હતી જે આગાહી મુજબ આજે સાંજના સુમારે મોરબીમાં ઓચિંતું વાતાવરણ પલટાયું હતું સાંજે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ થયા બાદ ધૂળની ડમરી ઉડવા લાગી હતી ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી મોરબી શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા હતા મોરબી પંથકમાં ભારે પવન અને કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ
