MORBIMORBI CITY / TALUKO

બિપરજોય વાવાઝોડા સંદર્ભે જિલ્લા કક્ષાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ફરજ બજાવવા માટે જિલ્લાના અધિકારીઓની નિમણૂંક કરાઈ

બિપરજોય વાવાઝોડા સંદર્ભે જિલ્લા કક્ષાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ફરજ બજાવવા માટે જિલ્લાના અધિકારીઓની નિમણૂંક કરાઈ

માળીયા તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે તાલુકા કક્ષાના અધિકારી/કર્મચારીઓને ફરજ સોંપાઈ

હવામાન વિભાગ દ્વારા તા.૧૧/૦૬/૨૦૨૩ થી તા.૧૬/૦૬/૨૦૨૩ દરમિયાન બિપરજોય વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. વાવાઝોડા સંદર્ભે જિલ્લા કક્ષાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરજ બજાવવા માટે મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ.ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આઈ.પી. મેર, હળવદ પ્રાંત અધિકારીશ્રી એચ.કે. આચાર્ય, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહિલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી જીગ્નેશભાઈ બગીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ. કાથડ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણ, મોરબી જિલ્લા ઉધોગ કેન્દ્ર મેનેજરશ્રી કે.વી.મોરી, કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન (પંચાયત), શ્રી એ.એન. ચૌધરી વગેરેને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમને ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરજ બજાવવાની રહેશે.

ઉપરાંત માળીયા તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે
નાયબ મામલતદારશ્રી એચ.જી.મારવણીયા, શ્રી બી.એમ.સોલંકીશ્રી જે.સી. પટેલ, શ્રી પી.બી.ત્રિવેદી તથા ક્લાર્કશ્રી એસ.વાય.પડસુંબિયા, શ્રી એસ.બી.મકવાણા, શ્રી એન.ડી.પટેલ, શ્રી બી.પી.પટેલ અને તલાટી શ્રી સી.જે.વડસોલા,શ્રી વી.એ.ઝાંટીયા, શ્રી એલ.એસ.ઠાકર, આર.એન. સોલંકી, શ્રી એલ.બી.સોઢીયા વગેરેને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમને દર બે કલાકના વરસાદના આંકડા જિલ્લા કંટ્રોલરૂમમાં ચોકસાઈ પૂર્વક નોંધાવવા તથા તાલુકામાં કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલરૂમમાં અચુક જાણ કરવાની રહેશે.

[wptube id="1252022"]
Back to top button