GODHARAPANCHMAHAL

“ગોધરા મુસ્લિમ સમાજના ઈતિહાસમાં પ્રથમ વખત ફિઝિક્સ વિષયમાં Ph.D. સિદ્ધિ હાંસિલ કરનાર ડૉ. સલમાન ઈલ્યાસ ઝભા ને અભિનંદન.”

અલ્કેશ ભાટિયા ગોધરા

તા. 15 /05 ના રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી માંથી ફિઝિક્સ વિષયમાં Ph.D. ડૉક્ટરેટની સિદ્ધિ હાંસિલ કરી ગોધરા મુસ્લિમ સમાજ ના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ નોંધાયુ છે. તેઓ તારિખ ૦૨/૦૯/૧૯૯૬ ના રોજ અધૂરા માસે ગરીબ પરિવારમાં જન્મેલા અને દવાની જરૂર પડતાં એમના પિતાએ પોતાના રોજગાર નું સાધન રિક્ષા વેચી એમનો ઈલાજ કરાવ્યો. બચપણમાં પિતાની લાગણી અને તાલિમમાં દીન અને દુનિયા નું મહત્ત્વ સમજાવી સલમાન ને આત્મનિર્ભય બનાવ્યાં. વાંચનનો શોખ ધોરણ ૯ માં પિતા દ્વારા ગીફ્ટમાં A.P.J. અબ્દુલ કલામની આત્મકથા પુસ્તકમાંથી થયો. અને વિજ્ઞાન વિશેનું મહત્ત્વ પિતાએ જ સમજાવ્યું. ત્યારથી જ મક્કમ મનોબળ સાથે વિજ્ઞાનક્ષેત્રે જ આગળ વધવાનું નિર્ણય કર્યો. હાઇસ્કુલનું શિક્ષણ નૂતન સ્કૂલમાં અને હાયર સેકંડરી નું શિક્ષણ ધી ઇકબાલ યુનિયન ખાતે લીધું.
12સાયન્સમાં સારા માર્ક્સે ઉતીર્ણ થતા અને ભૌતિક વિજ્ઞાનમાં વિશેષ રસ ધરાવતા હોવાથી બી.એસસી. કૉલેજ માં એમના પિતા સલમાન ને B.Sc. Physics hons નો 3 વર્ષ નો કોર્સ M.S. University માં અપાવ્યો. સલમાન કૉલેજમાં આવ્યો ત્યારે મેરિટ લિસ્ટમાં તો આવી ગયો પરંતુ એની ફી એમના પિતા માટે મોંઘી હતી કૉલેજમાં એડમીશન લેવા માટે ઘર નો ચુલો બંધ રાખી અને સ્કુટી વેચી ફી ભરી હતી. સલમાનને શરૂઆતથી જ ખુબ મહેનત કરી અને Ph.D. બનવાનું અને એમના ઘર ની પરિસ્થિતી સુધારવાનું સપનું જોયું પણ ખુદા ને જાણે કંઈ બીજું મંજુર હશે. B.Sc. ના 5th Semester એ સલમાને પિતાની છત્રછાયાં ગુમાવી. ગરીબી, ડર, હતાશ અને અંધકારમય જીંદગીમાં રોશની રૂપે ફિઝિક્સ વિષયને સર્વોચ માની અથાગ મહેનત કરી M.Sc. Applied Physics M.S. University માં અભ્યાસક્ર્મ શરૂ કર્યું. ઘર ની પરિસ્થિતિ માટે સાંજે ટ્યુશન શરુ કર્યા. દિવસ રાત ખુબ મેહનત કરી ટ્યૂશન આપવા ની સાથે બી.એડ. ની ડિગ્રી મેળવી અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટિમાં 2021 માં પ્રવેશ પરીક્ષા પાસ કરી પોતાનું અને પિતાનું સપનું સાકાર કરવા માટે Ph.D. Physics Department માં એડમિશન લીધું. 3 years ના કોર્સ માં મહેનત અને લગન સાથે રિસર્ચ કામ પૂર્ણ કરી તારીખ 15/05/2024 ના રોજ ડૉક્ટરેટ ની પદવી હાંસિલ કરી. Dr. Salman Zabha ના મહેનત, પરીશ્રમ અને ધગસ ને સલામ અને સાથે તેના માતા-પિતાના લાગણી, પરવરિશ અને બલિદાનને સલામ અને ખૂબ ખૂબ અભિનંદન. ગોધરાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ નોંધાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button