
9 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બ્યુરો પાલનપુર બનાસકાંઠા
કુંભાસણ કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ: પુરુષોત્તમ બાલમંદિર, એસ.એસ. મેણાત પ્રાથમિક શાળા તથા કુંભાસણ હાઇસ્કૂલ એમ ત્રણેયનો સંયુક્ત સાંસ્કૃતિક કાર્યક્રમ તારીખ 7 જાન્યુ. 2024 ને રવિવારે સાંજે યોજાઈ ગયો. ઉક્ત કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, ઉદ્ઘાટક તરીકે રમણભાઈ પટેલ (કિસાન ઓઇલ મીલ), અન્ય માનવંતા મહેમાનોમાં ડૉ. બી.જી મોર, હિતેશભાઈ ગામી, પ્રવીણભાઈ મોદી, સતિષભાઈ વોરા, ભરતભાઈ હાજીપુરા, મોતીભાઈ પાળજા, જયંતીભાઈ અંબાણી, સરપંચ ગીતાબેન મેસરા, Dentist જયેશભાઈ કર્ણાવત, સુરેશભાઈ પંચાસરા, દિનેશભાઈ જગાણીયા જેવા સુખ્યાત ઉદ્યોગપતિઓ, વેપારીઓ, નેતાઓ તથા ગજેન્દ્રભાઈ જોશી, પ્રવીણભાઈ જોષી, છોટાલાલ મોઢ વગેરે જેવા પ્રતિષ્ઠિત શિક્ષણવિદ ઉપસ્થિત રહ્યા હતા. ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમથી પ્રેરિત અને ઉત્સાહિત થઈ દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી. ચાર હજાર ઉપરાંતની ઉપસ્થિત જનમેદનીએ બાળકોની પ્રત્યેક કૃતિને પ્રચંડ ઉત્સાહથી વધાવી લીધી હતી. કાર્યક્રમની સફળતા બદલ કેળવણી મંડળના પ્રમુખ કે. કે. પટેલ, મંત્રી શિવરામભાઈ પટેલ તથા સમગ્ર કારોબારીએ સંસ્થાના આચાર્ય દીપકભાઈ જોષી, સમગ્ર સ્ટાફ તથા બાળકોને અઢળક અભિનંદન આપ્યાં હતાં.





