CHHOTA UDAIPURNASAVADI

નસવાડી તાલુકાના સોઢલીયા ગામ નજીક કપાસ ભરેલો ટેમ્પો રોડ ઉપર નમી પડેલી ડાળીઓ ફસાઈ જતા રોડ ઉપર કપાસના ઢગલાં વાગી ગયા

 

 

 

મુકેશ પરમાર

નસવાડી થી કવાંટ રોડ સ્ટેટ આર એન્ડ બી વિભાગનો રોડ આવેલો છે. આ રોડ ઉપર રોજના હજારો વાહનોની અવાર જવર હોય છે. જયારે સોઢલીયા ગામ પાસે નજીક રોડની સાઈડમાં આવેલા વૃક્ષોની ડાળીઓ રોડ ઉપર ફેલાયેલી છે. જયારે કપાસ ભરેલો ટેમ્પો આ રોડ ઉપર થી પસાર થતો હતો. તે વખતે રોડ ઉપર નમેલી ડાળીઓમાં ફસાઈ ગયો હતો. જેના લીધે પેમ્પામાં ભરેલ કપાસ રોડ ઉપર વેરાઈ ગયો હતો. જેના લીધે રોડ ઉપર કપાસ કપાસ દેખાવા લાગ્યો હતો. હાલ કપાસની સીઝન ચાલતી હોય ખેડૂતો તેમજ વેપારી વર્ગ ટેક્ટર તેમજ ટેમ્પો ભરીને કપાસની જીનોમાં વેચવા માટે લઇ જતા હોય છે. રોડની સાઈડમાં આવેલા વૃક્ષોની ડાળીઓમાં ફસાઈ જતા નુકસાન વેઠાવાનો વારો આવતો હોય છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ તેમજ વન વિભાગના અધિકારીઓ આ વૃક્ષોની ડાળીઓ કપાવતું નથી. અને રોડ ઉપર તૂટી પડવાની રાહ જોઈને બેસી રહ્યું હોય તેવું લાગી રહ્યું છું. જયારે કોઈ અકસ્માત થશે તો જવાબદારી કોની વહેલી તકે આ રોડની સાઈડ માં આવેલા વૃક્ષોની ડાળીઓ કપાવવામાં આવે તેવી માગ ઉઠી છે.હવે જોવું રહ્યું કે સ્ટેટ આર. એન્ડ બી વિભાગ અને વન વિભાગ આ ઝાડોની ડાળીઓ કાપશે કે કોઈ મોટા અકસ્માતની રાહ જોશે તે જોવું રહ્યું.

[wptube id="1252022"]
Back to top button