GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

પોલીસ દમન કે હેરાનગતિ કરે તો એ માટે અલગ નંબર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે.

ગુજરાતમાં હાલમાં લોકો વિરુદ્ધ 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાતી હતી, ત્યારે હવે સામાન્ય નાગરિકને જો કોઈ પોલીસ હેરાન કરે તો પોલીસ સામે ફરિયાદ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક નવો નંબર જાહેર કરવામાં આવશે. એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાંહેધરી આપી હતી.
ગુજરામાં હવે પોલીસ દમન કે હેરાનગતિ કરે તો એ માટે અલગ નંબર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે. એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાંહેધરી આપી હતી અને જણાવ્યું હતું કે આ નવા નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે અને આ ફરિયાદ પર 24 કલાકમાં જ કડક કાર્યવાહી હાથ ધરાશે. હાલના 100 અને 112 નંબર પણ સેવામાં ચાલું રહેશે. આ જાહેર થનાર નવા નંબરની જાણ તમામ નાગરિકોને થાય તે રીતે સુવિધા કરાશે.
ગુજરાતમાં હાલમાં લોકો વિરુદ્ધ 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાતી હતી, તેમજ કેન્દ્ર સરકારના જે નિયમ છે તે મુજબ 112 હેલ્પ લાઈન નંબરનો ઉપયોગ તાત્કાલિક માટે થાય છે. ત્યારે હવે જો પોલીસ સામાન્ય નાગરિકને હેરાન કરે કે દમન કરે તો પોલીસ સામે ફરિયાદ કરવા માટે ડેડીકેટેડ નંબર એટલે કે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવશે. આ નવા નંબર પર નાનામાં નાના અધિકારીથી લઈને મોટા અધિકાર સામે ફરિયાદ કરી શકાશે. આગામી સુનાવણી 12મી જાન્યુઆરીએ હાથ ધરાશે.

[wptube id="1252022"]
Back to top button