કાલોલ ની બચકા પ્રા.શાળામાં મલાવ એસ.બી.આઈ બેન્કની સ્થાપના દિવસ ની ઉજવણી કરાઇ.

તારીખ ૦૨/૦૭/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ તાલુકાની બચકા પ્રાથમિક શાળા ખાતે મલાવ એસ.બી.આઈ બેન્કની સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બેન્ક ના મેનેજર અમિતભાઇ તથા અલ્પેશભાઈ,ગામના સરપંચ મિતેશભાઈ પરમાર, એસ.એમ.સી.અધ્યક્ષ રાકેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા જ્યાં શાળાના આચાર્ય કિરણભાઈ અને ચેતનભાઈ સાથે શિક્ષકમિત્રોએ બેન્ક મેનેજર સહિત ઉપસ્થિત મહાનુભાવોનું આભાર માન્યો હતો જેમાં શાળા ખાતે ઊજવાયલ બેન્કનો સ્થાપના દિન નિમિત્તે બાળકો ચિત્રકામ,મેદાન ની રમતો જેવી પ્રવુતિ કરાવી બાળકો ને મેનેજર તરફથી એકથી ત્રણ નંબર ના બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા અને દરેક બાળકોને ચોકલેટ આપી બેન્ક નો સ્થાપના દિન નિમિત્તે બચકા પ્રાથમિક શાળા ખાતે ઉજવણીનો કાર્યક્રમ કરવાનો હેતુ શાળાના બાળકોને બેન્ક થી માહિતગાર કરવાનાં પ્રયત્ન કર્યા હતા જેમાં શાળા પરિવાર તરફથી બેન્ક મેનેજર નો આભાર માની સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.










