AMRELIRAJULA

રાજુલા ની ખાનગી શાળા માં ફાયર સિસ્ટમ નું લોલમલોલ

સોમવારથી શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે તંત્ર હજુ પણ નિંદ્રામાં.....

યોગેશ કાનાબાર રાજુલા

અમરેલી જિલ્લામાં રાજુલા શહેરની 16 ખાનગી શાળામાં સેફટીની સુવિધાઓમાં સવલતોનો અભાવ શિક્ષણ વિભાગએ લિસ્ટ મામલતદારને સોંપ્યું

સોમવારથી શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે તંત્ર હજુ પણ નિંદ્રામાં…..

શિક્ષણ વિભાગ દ્વારા આવતા 7 દિવસ સુધોનો સમય આપ્યો વેકેશન શરૂ થતાં સેફટી રાખવી પડશે

રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં સલામતીના ભાગ રૂપે કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી અમરેલી જિલ્લામાં કોમ્પ્લેક્ષ સિનેમા દુકાનો મોલ શોરૂમ સામાજિક વાડીઓ સામે સિલ મારવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારીનીના સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા શહેરની શેક્ષીણક સંસ્થા શાળાઓમાં શિક્ષણ તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી જેમાં 16 જેટલી શાળાના જરૂરી સવલતોનો અભાવ જોવા મળતા સ્થાનિક મામલતદારને લિસ્ટ આપી જાણ કરવામાં આવી છે સાથે પ્રાંત અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી સહિતને પત્ર મારફતે જાણ કરી દેવાય છે.ઉપરાંત શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા 7 દિવસ માટેનો સમય આપ્યો છે ખુલતા વેકેશન પહેલા સેફટી સાથે ખોલવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે કેટલી શાળાઓ સેફટી સાથે ખુલશે તો કેટલી શાળાઓ ફાયર સેફટી વગર જ ખુલી જશે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.હાલ શાળાની સુવિધાને લઈ તાલુકા શિક્ષણાઅધિકારી દ્વારા હાલની સ્થિતિ અંગે જવાબદાર તંત્રને લેખિતમાં વાકેફ કરી દેવાયા છે.16 જેટલી શાળાનું લિસ્ટ તૈયાર કર્યું

રાજુલા શહેરમાં હરિકૃષ્ણ વિધાયલય ભેરાઈ,સત્યમ પ્રાથમિક શાળા કુંભરીયા,સરસ્વતી વિધા મંદિર કોવાયા,નોબલ સ્કૂલ દેવકા,સરસ્વતી વિધાયલય માંડળ, સેન્ટ થોમર સ્કૂલ રાજુલા,સરસ્વતી વિદ્યાલય રાજુલા,સંસ્કૃતિ વિદ્યાલય ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ,સેન્ટમેરી સ્કૂલ રાજુલા,પ્રિતમ શાળા અને રડીયન્ટ ઈંગ્લીશ સ્કૂલ,સ્વામિનારાયણ ગુરૂકુળ,સરસ્વતી વિદ્યાલય છતડીયા રોડ,સરસ્વતી ડે સ્કૂલ,કાન્હા વિશ્વ વિદ્યાલય રાજુલા,સેન્ટ જોસફ ઈંગ્લીશ,સનલાઈફ સ્કૂલ,ઇન્ડિયન પબ્લિક સ્કૂલ સહિત 16 જેટલી શાળાઓનો સમાવેશ થાય છે.

રાજુલા તાલુકા શિક્ષણ અધિકારી હીનાબેનએ કહ્યું કેટલાક પ્રોસેસમાં છે તો કેટલાકને એનોસી નથી એટલે 7 દિવસનો સમય આપ્યો છે અને વેકેશન ખુલે ત્યાં સુધીનો મેં ડિઝાસ્ટર મામલતદાર જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરી દીધી છે હવે પછી ફાયર સેફટી નહિ હોય તો ડિઝાસ્ટર વિભાગ નકી કરશે તેની સિલ કરવી કે કેમ?

[wptube id="1252022"]
Back to top button