
રાજુલા નગરપાલિકા આકરા પાણીએ
સોમનાથ ટ્યુશન ક્લાસીસ માં સીલ કરતું નગરપાલિકા
રાજકોટમાં બનેલી ગેમ જનની ઘટનાના પગલે રાજુલા નગરપાલિકાની ટીમ દ્વારા રાજુલા શહેરની સ્કૂલો હોસ્પિટલો તેમજ ટ્યુશન ક્લાસીસ કોમ્પ્યુટર ક્લાસીસ સહિત અનેક જગ્યાઓની આજે રાજુલા નગરપાલિકા દ્વારા લેખિતમાં નોટિસો આપવામાં આવી પરંતુ રાજુલા શહેરમાં આવેલ જવાહર રોડ ઉપર ચાલતું સોમનાથ ટ્યુશન ક્લાસીસની અગાઉ 2019 માં રાજુલા નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલી અને સીલ પણ મારવામાં આવેલો ત્યારબાદ સોમનાથ ક્લાસીસ નાં સંચાલકો ઓ દ્વારા સરકારના નીતિ નિયમ પ્રમાણે કાગડો પાલિકામાં રજૂ કરતા ફરીથી ખોલવામાં આવેલું પરંતુ ફરીથી સરકારના નીતિ નિયમોનું ઉલ્લંઘન થતું હોય ત્યારે આજે રાજુલા નગરપાલિકાની ટીમ તેમજ રાજુલાના નાયબ મામલતદાર તેમજ ફાયર ની ટીમ સહિત સાથે રહીને આજે આ કામગીરી કરવામાં આવી ત્યારબાદ આ ટીમ દ્વારા રિલાયન્સ ટ્રેડમાં પણ મુલાકાત કરવામાં આવેલી અને ત્યાં પણ ફાયર ના નીતિ નિયમો પ્રમાણે ન હોય ત્યારે રેગ્યુલર પાલિકાની ટીમ દ્વારા બિન સાતની નોટિસ આપવામાં આવે ત્યારે હવે જોવાનું એ છે કે દિન સાતની જે નોટિસ આપવામાં આવી છે તેમને દિન સાતમાં જો સરકારના અતિથિ નિયમો મુજબ કામગીરી કરવામાં ન આવે તો શું ફરીથી આવી બિલ્ડીંગોમાં તંત્ર દ્વારા સીલ મારવામાં આવશે ?
જોકે રાજુલા શહેરમાં અનેક બિલ્ડીંગોમાં ફાયરના અને સરકારના નીતિ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે પરંતુ આવા સમયે તંત્ર દ્વારા ઘડીક કામગીરી કરવામાં આવે તેવું રાજુલા શહેરના શહેરીજનો ની માંગણી ઉઠવા પામેલ છે
આજની આ સીલ કરવાની કામગીરી માં રાજુલા ના નાયબ મામલતદાર મહેશભાઈ પરમાર રાજુલા પોલીસ સ્ટાફ નગરપાલિકા ટીમ અજયભાઈ ગોહિલ દીપક તલાટી જયભાઈ પરમાર પ્રભાતભાઈ જોશી યોગેશભાઈ ગોસ્વામી મયુરભાઈ વઘાસિયા દિપકભાઈ મકવાણા સહિત ની ટીમ હાજર રહેલ……