MORBI:મોરબીના નાસ્તા ગલીમાં આવેલ દુકાન દારોએ લેખીતમાં કલેકટર અને એસપીને રજુઆત કરી

MORBI:મોરબીના નાસ્તા ગલીમાં આવેલ દુકાન દારોએ લેખીતમાં કલેકટર અને એસપીને રજુઆત કરી
મોરબીના નહેરૂગેટ પાસે પરબજાર માં આવેલ નાસ્તા ગલીમાં આવેલ દુકાનદારોએ લારી-ગલ્લા અને રીક્ષાવાળાના ટ્રાફિક મામલે કલેકટર અને એસપીને રજુઆત કરી આ પ્રશ્નનો કાયમી માટે નિવેડો લાવવાની માંગ કરવામાં આવી

અહીં સ્થિત મોબાઈલ અને રેડીમેઇડની દુકાન ધરાવતા વેપારીઓએ રજુઆતમાં જણાવ્યું છે કે તેઓની દુકાન આડે રિક્ષાવાળાઓ રીક્ષા પાર્ક કરે છે. તેઓ ગાળા ગાળી કરતા હોય, ઝઘડતા હોય મહિલા ગ્રાહકો દુકાનમાં આવતી નથી. ઉપરાંત તેઓ અને લારી ગલ્લાવાળાઓ દુકાન આડે રીક્ષા અને લારી રાખતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. સાહેબ ને અમારી નમ્ર રજૂઆત કે આપ સાહેબ અમો વેપારી ને વેપાર અર્થે રીક્ષા વારા અને લારી ગલા વારા દ્વારા ખુબજ ટ્રાફિક કરી અને અમારી દુકાન ની આગળ રીક્ષા તથા લારી ગલા અમોને નડતર રૂપ દરરોજ થતાં હોય અમારી દુકાનો પાસે રીક્ષા અને લારી ગલા વારા નો ખુબ જ ત્રાસ હોવા થી અમારી દુકાનો માં ગ્રાહકો ને આવા જાવા માં નડતરરૂપ થાય છે અને ગ્રાહકો ના બાઇક સ્કૂટર રાખવા માં ખૂબ જ તકલીફ પડતી હોય આં સમસ્યા નો કાયમી ઉકેલ લાવ વા ની અમારી નાસ્તા ગલી મિત્ર મંડળ ની આપ સાહેબ ને આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાંઆવી









