CHOTILASURENDRANAGAR
મોડેલ ડે સ્કુલ સણોસરા ખાતે NCC કેડેટ્સ દ્વારા મતદાર જાગૃતિ અર્થે રેલી અને રંગોળી સ્પર્ધા યોજાઈ.

તા.28/04/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
લોકશાહીના મહાપર્વને ઉજવવા ચોતરફ થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં મોડલ ડે સ્કૂલ સણોસરા ખાતે એન.સી.સી. કેડેટ્સ દ્વારા મતદાર જાગૃતિ અર્થે રેલી અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એન.સી.સી. ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રેલી યોજી હતી મતદાર જાગૃતિના અવનવા સ્લોગન સાથે નાગરિકોને મતદાન અંગે સંદેશ પાઠવ્યો હતો તદુપરાંત લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે એન.સી.સી.ના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અર્થે ‘વોટ ફોર બેટર ઈન્ડિયા જાગૃત મતદાર’ જેવા જુદા જુદા સૂત્રો દર્શાવતી રચનાત્મક અને કલાત્મક રીતે મનમોહક રંગોળીઓ બનાવી હતી રંગોળી થકી મતદાન જાગૃતિના પ્રેરણાત્મક પ્રયાસે સૌ કોઈને આકર્ષિત કર્યા હતા.
[wptube id="1252022"]