SAYLASURENDRANAGAR

ધજાળાનાં જુગારધારાના કેસનાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાયો.

તા.04/05/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ તથા ટીમ દ્રારા એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે તાબાના સ્ટાફને સુચના તથા માર્ગદર્શન કરી સાથે રહી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવેલ છે જે અનવ્યે તા.3ના રોજ પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરની ટીમ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ સતત પ્રત્નશીલ હતા તે દરમ્યાન સાથેના પો.હે.કો પ્રતાપભાઈ ભુપતભાઈ નાઓએ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી સચોટ બાતમી હકિકત મેળવી ધજાળા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હાનો નાસતો ફરતો આરોપી સતીષભાઈ ચંદુભાઈ સેઠીયા રહે જામનગર 58 દિગ્વિજય પ્લોટ જામનગર વાળાને ધાધલપુર ચોકડી પાસેથી હસ્તગત કરી તપાસ અર્થે તથા કાયદેસરની કાર્યવાહી સારૂ આરોપીનો કબ્જો ધજાળા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button