DHRANGADHRASURENDRANAGAR

ધ્રાંગધ્રા તાલુકાના જુના ઘનશ્યામગઢ તથા સતાપર ગામની સીમમાં ખેડુતો અને મહિલા દ્વારા કામ અટકાવી ઉગ્ર નોંધાવ્યો વિરોધ

તા.24/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જૂના ઘનશ્યામગઢ અને સતાપર ગામની સીમમાં જેટકો કંપની દ્વારા વળતર નહીં આપ્યા છતાં ખેતરોમાં કામ શરૂ કરવાના લીધે ખેડૂતો દ્વારા કામ બંધ કરાવ્યું હતું આથી જેટકો કંપની દ્વારા એસઆરપી ટુકડીના તાલુકા પોલીસનું પ્રોટેક્શન સાથે કામ શરૂ કરવા જતાં ગ્રામજનો એકઠા થયા હતા ઘર્ષણ સાથે માથાકૂટ થાય તે પહેલા પોલીસે ખેડૂતોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જૂના ઘનશ્યામગઢ અને સતાપર ગામની સીમમાં જેટકો કંપની દ્વારા ખેતરોમાં વીજ પોલ નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે વીજપોલ પર વીજ વાયર નાખવાની કામગીરી શરૂ કરવાની તૈયારી હતી તેવામાં ખેડૂતોને હજુ વળતર મળ્યું નહીં હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ જેટકોની કામગીરી બંધ કરાવી હતી જેના લીધે કંપની દ્વારા એસઆરપી ટુકડી સાથે રાખી ખેતરોમાં કામ શરૂ કરવા જતા ખેડૂતોએ કામગીરી બંધ કરાવી હતી જેટકો કર્મચારીઓ દ્વારા સ્થાનિક પોલીસને સંપર્ક કરતા તાલુકા પોલીસના પીએસઆઇ ચુડાસમા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ખેડૂતોને સમજાવ્યા હતા જેમાં ઘર્ષણ સાથે મામલો બિચકતા ખેડૂતો કામગીરી બંધ કરવા માટે સ્પષ્ટ જણાવી દીધું હતું જેટકો કંપની દ્વારા બાજુના ગામમાં જે વળતર ચૂક્યું છે તે વળતર ચૂકવે ખેડૂતો દ્વારા જણાવ્યું કે અમારી જમીનમાં વળતર વગર વીજપોલ ઊભુ કરવાનું કામ શરૂ કરતા કામ નહીં કરવા દેવાનો નિર્ણય કરી જેટકોની ગેરકાયદે દાદાગીરી સામે આંદોલન કરવાની નિર્ણય કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]
Back to top button