
MORBI:મોરબી ઉંચી માંડલ ગામ નજીક કેનાલમાં ડુબી જતાં યુવાનનું મોત
મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક કેનાલમાં ડુબી જતાં યુવાનનું મોત નિપજ્યું હતું જેનો મૃતદેહ મોરબી ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરી બહાર કાઢવામાં આવ્યો.

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના એકોર્ડ પ્લસ સિરામિક ઊંચી માંડલ પાસે કેનાલમાં ૨૭ વર્ષીય રતિલાલ યાદવ ડૂબી જવા પામ્યો હતો. જેની જાણ થતા જ મોરબી ફાયર રેસ્કયું ટીમે મૃતદેહને શોધવા માટે કામગીરી હાથ ધરી હતી. ત્યારે ચાર કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળી આવતાં તેને બહાર કાઢવામાં આવ્યો અને પરીવાર ને સોંપવામાં આવ્યો હતો..
[wptube id="1252022"]








