MULISURENDRANAGAR

મુળીના સરલામાં સફેદમાટીની ખાણોમા જિલેટીન વિસ્ફોટના કારણે ખેડૂતો ત્રાહિમામ..

અનેક રજુઆત બાદ ખેડૂત દ્વારા વિડીયો વાયરલ કરી ખેતી બચાવી લેવા કરી આજીજી

તા.13/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
અનેક રજુઆત બાદ ખેડૂત દ્વારા વિડીયો વાયરલ કરી ખેતી બચાવી લેવા કરી આજીજી
સરલાથી દુધ‌ઈના રસ્તા ઉપર સફેદમાટીની ખાણો ધમધમી રહી છે ત્યારે આજુબાજુમાં ખેડૂતોને મોટું નુકસાન થ‌ઈ રહ્યાની રાવ ઉઠવા પામી છે સરલાના ખેડૂત ગગજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મારી બાજુમાં ખાતેદાર ખેડૂત ની જમીનમાં સફેદ માટીની ખાણો છેલ્લા એક વર્ષેથી ધમધમી રહી છે અને બેરોકટોક ખનિજ ખનન વહન ગેરકાયદેસર કરવામાં આવે છે અને જિલેટીન વિસ્ફોટ મોટા મોટા એક સાથે ૫૦ વિસ્ફોટ કરવામાં આવે છે તેના કારણે ધરતી ધણધણી ઉઠે છે અને અમારા બોર મોટરને મોટું નુકસાન થ‌ઈ રહ્યા છે મારે આ કારણે નવા બે બોર કરવાની આફત આવી છે ધડાકાના કારણે મોટર પણ બોર બહાર નિકળતી નથી અને અમો આ ખેતી ની જમીન હવે વાવેતર કરી શકીએ તેમ નથી અમારે ખેતી છોડવાની આફત આ ખનીજ ખનન વહનથી કરવાની આફત આવી છે આ બાબતે આ ખેડૂત દ્વારા અનેક રજુઆત મામલતદાર મુળી ખાણ ખનીજ વિભાગમાં કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ હપ્તો લ‌ઈ ચાલ્યા જાય છે કોઈ કાયદેસર કાર્યવાહી કરતાં નથી ત્યારે અમારે આ બાબતે ફરિયાદ કંયા જ‌ઈ કરવી તે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે આ સફેદ માટી ખનીજ વિસ્ફોટના કારણે નર્મદા વિભાગ પાણી પુરવઠાની જે ટાંકી સંપ આવેલ છે તેને પણ મોટું નુકસાન થયું છે અંહીથી ચાર ગામોને પાણી વિતરણ કરવામાં આવે છે સરકારી મિલકતને પણ મોટું નુકસાન આ ખનીજ માફીયાઓ કરી રહ્યા છે ગગજીભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યુ હતું કે આ ખનીજ ખોદકામ તાત્કાલિક બંધ કરવામાં આવે નહીંતર અમારે ખેતી છોડી મજુરી કામે જવાની નોબત આ ખનીજ ખોદકામથી આવી પડી છે તો ખાણ ખનીજ વિભાગ આ ખોદકામ તાત્કાલિક બંધ કરાવે સરલાથી દુધ‌ઈ રોડ ઉપર નર્મદાના સંપ પાસે ખાતેદાર ખેડૂતની જમીનમાં આ ખાણો ધમધમી રહી છે અને મારા જેવા સાત ખેડૂતોને મોટા પ્રમાણમા નુકસાન બોર મોટરમા કરી રહ્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button