GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શ્રી સ્વસ્તિક હાઇસ્કુલના નવીન મકાનના બાંધકામ માટે ચલાલી દીકરીઓના હાથે ખાતમુહૂર્ત કરાયું

તારીખ ૬/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ચલાલી ગામમાં વર્ષોથી જર્જરિત થયેલી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા ત્યારે કુશા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના કંપનીના ટ્રસ્ટીઓને ધ્યાને આવતા જર્જરિત શાળાની મુલાકાત લીધી હતી ત્યારેજ મેનેજિંગ ટ્રસ્ટી દ્રારા તાત્કાલિક શાળાનું નવું મકાન બનાવવા માટે જાહેરાત કરી હતી ત્યારે આજે શ્રી સ્વસ્તિક વિદ્યામંદિર ચલાલીમાં નવીન મકાનના બાંધકામ માટે ચલાલી ગામની દીકરીઓ દ્રારા ખાતમુર્હુત કરાયુ છે આ શુભ પસંગે કુશા કેમીકલ પ્રાઇવેટ લિમિટેડના ના મેનેજીંગ ટ્રસ્ટી, સંજયભાઈ શાળાના આચાર્ય અતુલભાઈ પટેલ, રાજેશભાઈ જાદવ, અને શાળાના બાળકો અને ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં નવીન મકાનના બાંધકામ માટે ખાતમુહૂર્ત કરાયુ હતું અને ગ્રામજનોએ મેનેજિંગ ટ્રસ્ટી શ્રીનો આભાર માન્યો હતો.

[wptube id="1252022"]
Back to top button