

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે રાજ્યમાંથી લગભગ તમામ મોટા શહેરોમાંથી બસ સેવાઓ ચાલે છે.
જેમાંથી નવ જેટલી બસો ફતેપુરા ખાતે રાત્રી રોકાણ કરે છે અને વહેલી સવારે પોતાના નિયત સ્થળે જવા માટે નિયત સમયે રવાના થાય છે.
ફતેપુરા ખાતે રાત્રી રોકાણ કરતી બસો ની વાત કરીએ તો તે આ મુજબ છે.
નવસારી ફતેપુરા
સુરત ફતેપુરા
ડીસા ફતેપુરા
અંજાર ફતેપુરા
રાધનપુર ફતેપુરા
પાદરા ફતેપુરા
કપડવંજ ફતેપુરા
ખેડા અમદાવાદ ફતેપુરા
બોરસદ ફતેપુરા
ત્યારે અહીં રાત્રે રોકાણ કરતા આ એસટી બસોના ડ્રાઇવરો અને કંડક્ટરોને સુવા માટે કોઈ વ્યવસ્થા જ નથી.ફતેપુરા બસ સ્ટેશન ખાતે આવેલું ડ્રાઇવર કંડકટર માટેનું રેસ્ટ રૂમ માત્ર ત્રણ વ્યક્તિઓ સૂઈ શકે તેટલું જ છે. ઘેલા પગલે ફતેપુરા ખાતે રોકાણ કરતા સરકારી એસટી બસોના ડ્રાઇવરો અને કંડક્ટરોને બસ સ્ટેશનના ઓટલા ઉપર બેઠકો ઉપર અને બસોના છાપરા ઉપર સૂઈ રહેવા માટે મજબુર બન્યા છે.જેના પગલે અહીં રાત્રિ રોકાણ કરતા ડ્રાઇવરો અને કંડકટરોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.
ત્યારે ગુજરાત એસટી ના લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને આ બાબતે યોગ્ય પગલા લેવામાં આવે અને ફતેપુરા બસ સ્ટેશન ખાતે રાત્રી રોકાણ કરતા આ ડ્રાઇવર કંડક્ટરો માટે સુવાની તેમજ આરામ કરવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે