AHAVADANGGUJARAT

સાપુતારા જતાં માર્ગના રંભાસ ગામમાં ટ્રક ચાલકની બેદરકારીએ ટ્રક ઘરમાં ઘુસી જતા એક મહિલાનું મોત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં આત્મારામ લક્ષ્મણ સાનપ (રહે.પંચવટી નાશીક મહારાષ્ટ્ર )જેઓ ટાટા ટ્રક રજી. નં .MH -15-AG-2843   લઈને વધઇ સાપુતારા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે ટ્રક ચાલકે રંભાસ ગામમાં જઈ ટ્રક ઉભી રાખી હતી.અહી ટ્રક ચાલકે ટ્રક ઉભી રાખી હેન્ડબ્રેક માર્યા વગર ઉતરી જતા આ ટ્રક રંભાસ ગામનાં નિશાળ ખડક ફળિયા ખાતે આવેલ એક ઘરમાં ઘુસી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.અહી ઘરના ઓટલાના છાપરા તથા થાંભલી તોડી નાખી ઓટલા ઉપર સુતેલા સરલાબેન ભીખાભાઈ ગાવીતનાં શરીર પર ટ્રકનું આગળનું જમણા ભાગનુ ટાયર ચડી ગયુ હતુ.અહી મહિલા ટાયરનાં નીચે ગંભીર રીતે કચડાતા તેણીનું મોત નિપજ્યુ હતુ.આ બનાવ સંદર્ભે વઘઈ પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

[wptube id="1252022"]
Back to top button