
નર્મદા બ્રેકિંગ… રાજપીપળા નજીક જીતનગર ખાતે આવેલ કરજણ ડેમમાંથી પાણી છોડાયું
જુનેદ ખત્રી : રાજપીપળા
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી
કરજણ ડેમની સપાટી વધતા પાણી છોડવાની કરાઈ
૨૮ જુલાઈ ૨૦૨૩ સવારે ૯:૦૦ કલાકે કરજણ ડેમની જળ સપાટી ૧૦૭.૫૯ મીટર નોંધાઈ
ડેમના ત્રણ દરવાજા ખોલી ૧૬,૧૨૮ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું
ઉપરવાસમાંથી હાલ પાણીની આવક ૨૨,૮૯૨ ક્યુસેક નોંધાઈ રહી છે અગામી સમયમાં જો આવક વધશે તો ડેમ માંથી વધુ પાણી છોડવામાં આવી શકે છે
કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર પણ એલર્ટ બન્યું છે રાજપીપળા કરજણ નદીના ઓવારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઉપરાંત પાલિકાની એક ફાયર ની ટીમ પણ સ્ટેન્ડ બાય કિનારે ગોઠવવામાં આવી છે
[wptube id="1252022"]