GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર નવા બજાર સ્થિત બેંક ઓફ બરોડા લોન કૌભાંડના આરોપીઓની જામીન અરજી ના મંજૂર

સંતરામપુર બેંક ઓફ બરોડા લોન કૌભાંડના પાંચ આરોપીઓની આગોતરા જામીન અરજી ના મંજૂર.

સંતરામપુર નવાબજાર સ્થિત બેંક ઓફ બરોડા લોન કૌભાંડ નાં પાંચ આરોપી ઓની આગોતરા જામીન અરજી નામંજૂર….

અમીન કોઠારી   :-  મહીસાગર….

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા મથક,
સંતરામપુર નગરમાં નવાબજાર સ્થિત બેંક ઓફ બરોડા માં નોકરી કરતાં નહીં હોવાં છતાં પણ નોકરી કરતાં હોવાનાં બોગસ દસ્તાવેજો રજુ કરીને વચેટિયાઓ (એજન્ટો) ને બેંક મેનેજર ની મીલીભગતથી ખોટી રીતે રુપિયા સાડા ત્રણ કરોડ પ્રસનલ લોન પેટે ઉપાડી લ ઈને બેંક સાથે ઠગાઈ કરવામાં આવતા આ બનાવની સંતરામપુર પોલીસ મથકે રીજીયોનલ મેનેજર રામ નરેશ યાદવે 35 ઈસમો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ને તપાસ હાથ ધરી છે.

 

 

 

પ્રાપ્ત થતી વિગતો અનુસાર, આ ગુનાના આરોપીઓ પૈકી મોનાબેન રવિન્દ્ર ગરાસિયા.રેહ.લીમડીયા.તા.ફતેપુરા.તથા અસમીતાબેન પ્રદિપ મછાર.રેહ.જેતપુર.તા.ઝાલોદ.ને કોકીલાબેન કડવાભાઈ નિરસતા રહે.ગામડી.તા.ઝાલોદ.ને જસપાલ ઉર્ફે પીન્ટુ તેરસીગ બામણીયા રહે.ફતેપુરા.ને રવિન્દ્ર ભરત ગરાસિયા.રેહ.ફતેપુરા નાઓ એ સદર ગુનાના કામે આગોતરા જામીનઅરજી મહીસાગર જિલ્લા નાં સેસનસ જજ ની કોટૅમા રજૂ કરતાં આ આગોતરા જામીનઅરજી ની સુનાવણી….

મહીસાગર જિલ્લાના એડિશનલ સેશન્સ જજ જે.એન.વયાસ ની કોટૅમા થતાં આ કામમાં બચાવ પક્ષના વકીલો ની દલીલો ને ફરીયાદ પક્ષે જીલ્લા સરકારી વકીલ સર્જન ડામોર ની લંબાણ પુવૅક ની દલીલો માં જણાવ્યું હતું કે હાલના આરોપી ઓ વિરુદ્ધ ગંભીર ગુનાનો આક્ષેપ હોય ને ફરીયાદ વાળા બનાવમાં બનાવટી દસ્તાવેજો ઉભા કરી ને મોટી રકમની લોનની રકમો બેંક માંથી ઉપાડવા માં આવેલ છે.જે આ ગુનાની ગંભીરતા જોતા ને હજુ પોલીસ તપાસ ચાલુ હોઈ જો આવાં ગંભીર ગુના નાં આરોપી ને આગોતરા જામીન અપાય તો તપાસ ને અસર પડે તેમ હોય ને આરોપીઓ વિરુદ્ધ પ્રથમ દર્શનીય ્પુરાવો હોઈ આ કામ ના અરજદાર નાં ( આરોપીઓ) આગોતરા જામીનઅરજી રદ કરવાની રજૂઆત કરી હતી.

દલીલો સાંભળ્યા બાદ એડી.સેસન જજ જે.એન.વયાસે સરકારી વકીલ સર્જન ડામોર ની દલીલો ગ્રાહ્ય રાખી ને ગુનાની ગંભીરતા અને પોલીસ પેપર ધ્યાને લઈને અરજદાર આરોપી ઓ ની આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરતાં કૌભાડકારી ઓ માં ફફડાટ વ્યાપી ગયો છે.

બોક્સ (પેટા)

સંતરામપુર નવાબજાર સ્થિત બેંક ઓફ બરોડા શાખા મા બહાર આવેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં જેતે સમય નાં બ્રાન્ચ મેનેજર ભુપેશ દિનેશ પુરોહિત ની તાત્કાલિક દેવગઢબારિયા ખાતે બદલી કરવામાં આવેલ ને જરુરી તપાસ બાદ બેંક સત્તાધીશો દ્વારા આ બ્રાન્ચ મેનેજર ને તેની ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button