DAHODGUJARAT

પેથાપુરમાં શ્રીમદ્ ભાગવત કથા પંચમ દિવસ કૃષ્ણ – નંદોત્સવ યોજાયો

તા.૧૪.૦૫.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:પેથાપુરમાં શ્રીમદ્ ભાગવત કથા પંચમ દિવસ કૃષ્ણ – નંદોત્સવ યોજાયો

બીજાને આનંદ આપે તે નંદ અને યશ આપે તે યશોદા હોય છે  આચાર્ય વિષ્ણુજી મહારાજ

પેથાપુરમાં યોજાઈ રહેલ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠેથી વિષ્ણુજી શર્મા દ્વારા બપોરે ૩ થી સાંજના 6.30 સુધી પુષ્ટિ પરિભાષામાં ભાગવતના ૧૦માં સ્કંધની કૃષ્ણની બાલલીલાઓનું રસપાન કરાવેલ ગઈકાલે કથાના ચતુર્થદિને કમોસમી વરસાદ વરસતા કથાનો આશીયાનો હવામાં વેરવિખેર થયેલ અને કથા રાબેતા મુજબ યોજાઈ નહોતી અને ટેન્ટ સ્ટેજ પેથાપુર યુવક મંડળના સહયોગથી પુનઃ સ્ટેન્ડબાય કરવામાં આવેલ અને રાબેતા મુજબ કથા યોજાઈ રહી છે ૧૦માં સ્કંધમાં ભગવાન કૃષ્ણની ભાવલીલાઓ, રહસ્યલીલાઓનું આઘ્યાત્મિક દર્શન કરાવતા શાસ્ત્રીજીએ કહ્યું કે, જેનું મન અપવિત્ર હોય તેને ભગવાન દર્શન દેતા નથી. યૂતના જયારે કનૈયા પાસે આવી ત્યારે તેમણે આંખો બંધ કરી દીધી…એ જ પ્રમાણે તૃણાવર્તનો શ્રી કૃષ્ણએ કરેલ વધ પણ રહસ્યમય છે. જીવનમાં હંમેશા ઈશ્વર સાથે આસ્થાનું અનુસંધાન રાખો, શ્રીકૃષ્ણ શરણમ્ મમ કુળદાયી મંત્ર છે. માનવજીવને દુ:ખની દોરીથી બાંધી લેનારા મુખ્ય ત્રણ હિતશત્રુઓ છે. શોક, ભય અને મોહ, જયાં શબ્દની સીમા પુરી થાય છે ત્યાંથી ભાવતી સીમા શરૂ થાય છે. ભકતને નિર્ણય કરે એ ભગવાન, મહાપ્રભુજીએ ભગવાનને જોવાતી નવી દ્રષ્ટિ આપી છે, વૈષ્ણવ દેહ સેવામાં ઘસાય છે ત્યારે જ વૈષ્ણવતા પ્રગટે છે. આસહિત છે ત્યાં આવિષ્કાર નથી. ભગવત સેવાથી વધીને ભવસાગરને કિનારે પહોંચાડનારી બીજી કોઈ માર્ગદર્શક દીવાદાંડી નથી. શ્રી કૃષ્ણ કલ્પવૃક્ષ છે તેની નીચે બેસનારની સર્વ મનોકામના પુરી થાય છે આજે નંદોત્સવમાં કૃષ્ણના પિતા બનવાનો લ્હાવો નયન શર્મા તેમજ નંદલાલ અને યશોદા બનવાનો લ્હાવો જ્યોતિબેન અને હેમંતભાઈ પંચાલ દ્વારા લેવામાં આવેલ આ પ્રસંગ જોતા ભક્તો ભાવવિભોર થઇ ગયેલ અને નંદોત્સાવ ખુબજ ભક્તિપૂર્વક યોજવામાં આવેલ.

[wptube id="1252022"]
Back to top button