NANDODNARMADA

દેડીયાપાડા તાલુકાના ઝાંક ગ્રુપ ગ્રામપંચાયતના ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયા

દેડીયાપાડા તાલુકાના ઝાંક ગ્રુપ ગ્રામપંચાયતના ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયા

રસ્તાના કામમાં ટકાવારી માંગતા ફરિયાદીએ એસીબી નો સહારો લઈ છટકું ગોઠવતા તલાટી કમ મંત્રી રંગે હાથ લાંચ લેતા ઝડપાઈ ગયા

રાજપીપળા: જુનેદ ખત્રી

દેડીયાપાડા તાલુકાના ઝાંક ગ્રુપ ગ્રામપંચાયતના ઇન્ચાર્જ તલાટી લાંચ લેતા એસિબી નર્મદાના હાથે ઝડપાઇ ગયા છે

પ્રાપ્ત માહિતી મુજબ આરોપી રીતેષભાઈ ગેમરભાઈ દેસાઈ ઉ.વ.૨૭, ત.ક.મંત્રી, નોકરી-મંડાળા ગૃપ ગ્રામ પંચાયત ચાર્જ ઝાંક ગૃપ ગ્રામ પંચાયત હાલ રહે.ડેડીયાપાડા પ્રજાપતિ ભરતભાઈ ના મકાનમાં બસ ડેપો સામે, તા.ડેડીયાપાડા જી.નર્મદા મુળ રહે. સેઢાલ તા.ચાણસ્મા જી,પાટણ નાઓને રૂા.૧૫,૦૦૦/- ની લાંચ લેતા એ.સી.બી. એ ઝડપી લીધા છે

આ કામના ફરીયાદી એ RCC રસ્તાના કામ ૧૫ માં નાણાં પંચ માંથી કુલ રૂા.૩,૬૨૦૦૦/- જેટલી રકમ મંજુર કરવામાં આવેલ જે રસ્તાના કામો ફરિયાદીએ કરેલ હતા ત્યારે ગૃપ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા આરોપી રીતેષભાઈ ગેમરભાઈ દેસાઈ એ આ કામોની ટકાવારીના લાંચના નાણાં રૂ.૧૫,૦૦૦/- ફરિયાદી પાસે માંગણી કરેલ હતી. જે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય તેઓએ નર્મદા એ.સી.બી. પો.સ્ટે. ના પો.ઈન્સ. ડી.ડી.વસાવા નાઓનો સંપર્ક કરી લાંચના છટકાનુ આયોજન કરતા આરોપી રીતેષભાઈ ગેમરભાઈ દેસાઈ ઉ.વ.૨૭, ત.ક.મંત્રી, નોકરી-મંડાળા ગૃપ ગ્રામ પંચાયત ચાર્જ ઝાંક ગૃપ ગ્રામ પંચાયત હાલ રહે.ડેડીયાપાડા ફરીયાદી પાસેથી રૂ।.૧૫,૦૦૦/-ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલ છે. જે અન્વયે નર્મદા એ.સી.બી. પો.સ્ટે. રાજપીપલા ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button