જુનાગઢ ભારતીય જનતા પાર્ટી મહાનગરના કાર્યકરો અયોધ્યા રામ મંદિર સેવાકાર્ય માટે સજ્જ

જુનાગઢ ભારતીય જનતા પાર્ટી મહાનગરના કાર્યકરો અયોધ્યા રામ મંદિર સેવાકાર્ય માટે સજ્જ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સુચના મુજબ જુનાગઢ મહાનગરના અધ્યક્ષ પુનીતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ રામ જન્મભૂમિ અયોધ્યામાં આવનાર યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડતા ના પડે તે માટે જુનાગઢ મહાનગરથી એક વ્યવસ્થા કમીટીની રચના કરી અયોધ્યા ખાતે સેવાકાર્ય માટે મોકલેલ છે.
જેમાં જુનાગઢ મહાનગરના ઉપાધ્યાક્ષ ભરતભાઈ બાલસ, કિશાન મોર્ચા ના ઉપાધ્યક્ષ મેણસીભાઇ સારીયા તથા વોર્ડ નં. ૧૦ના પ્રમુખ પ્રગનેશ ભાઈ રાવલ અયોધ્યા ખાતે આજે જુનાગઢથી ટ્રેન મારફત રવાના થયા હતા.
શ્રી રામ જન્મભુમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ અયોધ્યા દર્શન માટે જ્યારે લાખોની સંખ્યામાં યાત્રિકો અયોધ્યા જઇ રહ્યા છે, ત્યારે આ ટીમ ત્યાં સેવાઓ આપશે.
ત્રણે સેવાભાવી કાર્યકરોને જુનાગઢ મહાનગર પ્રમુખ સહિત આગેવાનો હોદેદારો કાર્યકરોએ શુભકામનાઓ પાઠવી હતી, તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે.