AMRELIGUJARATRAJULA

ડીઝલ ચોર ને પકડી પાડતી રાજુલા પોલીસ

રાજુલા પો.સ્ટે.ના હિંડોરણા ગામે કાતર રોડ ઉપર આવેલા રેતી વોશીંગના પ્લાન્ટ પાસે પાર્ક કરેલા ટ્રકો માથી ડિઝલ ચોરી કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરી ગુન્હાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ ટીમભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા સાવરકુંડલા વિભાગનાઓએ મિલ્કત સબંધી ગુનાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપવામા આવેલ.જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. સુ.આઇ.જે.ગીડા ની રાહબરી હેઠળ રાજુલા તાલુકાના હિંડોરણા ગામે કાતર જવાના રસ્તે રેતી વોશીંગના પ્લાન્ટની બાજુમા આવેલ ચામુંડા બોડી વર્ક્સ ગેરેજની સામે પાર્ક કરેલા અલગ અલગ ચાર ટ્રકોની ડિઝલ ટાંકી માથી આશરે ૪૪૦ લીટર જેટલુ ડિઝલ જેની કિ.રૂ ૪૦૪૮૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઈ ગયેલ હોય જેથી ફરીયાદીની ફરીયાદ આધારે રાજુલા પો.સ્ટે ભાગ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૩૦૫૬૧/૨૦૨૩ I.P.C કલમ ૩૭૯, ૪૪૭ મુજબનો ગુન્હો તા.૧૮/૧૨/૨૦૨૩ ના કલાક ૨૩/૪૫ વાગ્યે જાહેર થયેલ હોય. અને નાસી ગયેલ આરોપીની ખાનગી બાતમીદારો મારફતે ચોકકસ બાતમી તથા ટેકનીકલ મદદ મેળવી ઉપરોક્ત ગુન્હાને અંજામ આપનાર આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમા પકડી પાડી ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર કરી રાજુલા પોલીસ ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામા આવેલ છે.પકડાયેલ આરોપીઓની વિગત-(૧) શબીરશા ગરીબશા શેખ ઉ.વ.૩૦ ધંધો.ડ્રાઇવીંગ રહે.રાજુલા બીડીકામદાર તા.રાજુલા જી.અમરેલી કબ્જે કરેલ મુદ્દામાલની વિગત-(૧) સદરહુ ગુન્હામા ચોરી થયેલ ૪૪૦ લિટર ડિઝલ કિ.રૂ.૪૦૪૮૦/- એક ટાટા કંપનીની મેજીક ગાડી છે જેના RTO રજી નંબર GJ-18-AV-4618 કિ.રૂ.૫૦,૦૦૦/-પકડવાના બાકી આરોપીઓની વિગત-

(૧) દિનેશભાઇ મધુભાઇ બારૈયા રહે.છતડીયા તા.રાજુલા જી.અમરેલી
(૨) પ્રકાશભાઇ જાદવભાઇ બારૈયા રહે.છતડીયા તા.રાજુલા જી.અમરેલીકા મગીરી કરનાર અધિ.શ્રી તથા કર્મચારીઓ આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર સુ. આઇ.જે.ગીડા તથા પો.સ.ઇ જી.એમ.જાડેડા તથા હિંડોરણા બીટ ઇન્ચાર્જ અના.હેડ કોન્સ. પારસભાઇ વિઠ્ઠલભાઇ તથા સર્વેલન્સ સ્કોડના અના. હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ તથા અના.હેડ કોન્સ. જયેન્દ્રભાઇ સુરગભાઇ તથા અના. હેડ કોન્સ. સંજયભાઇ કનુભાઇ તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ દ્વારા કરવામાં આવેલ છે.*

[wptube id="1252022"]
Back to top button