RAJKOTUPLETA

ઉપલેટા તાલુકામાં પોષણ પખવાડાની ઉત્સાહભેર ઉજવણી

ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયાના અધ્યક્ષ સ્થાને સમાપન કાર્યક્રમ યોજાયો

૪ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

– રાજકોટ જિલ્લામાં ૨૦ માર્ચથી શરૂ થયેલા પોષણ પખવાડાની અલગ અલગ થીમ પ્રમાણે કરાયેલી ઉજવણી અંતર્ગત ઉપલેટા તાલુકામાં વિવિધ આંગણવાડીઓ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ૩૧ માર્ચના રોજ મિલેટ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોષણ પખવાડિયા અંતર્ગત ૦૧ એપ્રિલના રોજ ઉપલેટાના પાનેલી ખાતે આંગણવાડીના બાળકો અને આંગણવાડી વર્કરો દ્વારા વિવિધ પ્રકારના મિલેટ્સના છોડનું વાવેતર કરી તેના લાભ વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તા.૦૨ એપ્રિલના રોજ મીલેટ્સમાંથી મળતા પોષણ વિશે જાગૃતિ લાવવા કિશોરી મીટીંગ અને પોષણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું.

જ્યારે ૦૩ એપ્રિલના રોજ પોષણ પખવાડાનો સમાપન કાર્યક્રમ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ધારાસભ્યશ્રીના હસ્તે પાનેલી ૪ આંગણવાડીનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ મિલેટ સંબંધિત પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજી વિજેતાઓને મહાનુભાવના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પાનેલીના સરપંચ શ્રી ચંદુભાઈ જાદવ, સાતવડીના સરપંચ શ્રી જટુભા વાળા, ઉપલેટાના પ્રમુખશ્રી ભામાભાઇ ભારાઈ, સીડીપીઓશ્રી સોનલબેન વાળા, સુપરવાઇઝર શ્રી મીતાબેન બોરીચા તેમજ આંગણવાડીના બાળકો તેમના વાલીઓ અને આંગણવાડી કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા, તેમ ઉપલેટાના સી.ડી.પી.ઓ.શ્રી સોનલબેન વાળાની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button