કાલોલ જુમ્મા મસ્જીદ ના પ્રાંગણમાં આન બાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપતાં સુરત મોટીગાદીના મુસ્લીમ ધર્મગુરુ.

તારીખ ૧૭ ઓગસ્ટ
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જીલ્લાના કાલોલ શહેરના નુરાની ચોક કસ્બા વિસ્તાર ખાતે જુમ્મા મસ્જીદના પ્રાંગણમાં ભારતના આઝાદી ને ૭૬ વર્ષ પૂરા થઈ ને ૭૭ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે જે આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ઉજવણીના ભાગરૂપે ૧૫ મી ઓગસ્ટના સ્વતંત્ર પર્વના શુભ દિવસે આન બાન શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાલોલ મોહશીને આઝમ મિશન બ્રાંચ દ્વારા આયોજિત ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે ૯:૩૦ કલાકે કાલોલ કસ્બા નુરાની ચોક જુમ્મા મસ્જીદના પ્રાંગણમાં સુરત શહેર રફાઇ સાહેબ ની મોટીગાદીના ધર્મગુરુ હઝરત પીરઝાદા સૈયદ ગૌસુદ્દીન રિફાઇ ઉર્ફે હઝરત સાહેબ ધ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને રાષ્ટ્રીય પર્વને લઇને સમગ્ર કસ્બા વિસ્તારોમાં દેશભક્તિ નો માહોલ જોવા મળ્યો હતો.આ પ્રસંગે કાલોલ બ્રાંચ મોહશીને આઝમ મિશનના પ્રમુખ સૈયદ મુજમ્મીલ અશરફી સાથે ગામના આગેવાનો તથા ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને આન બાન અને શાનથી સલામી આપી હતી. કાલોલ નુરાની ચોક કસ્બા વિસ્તારમાં આપણા સ્વતંત્ર ભારત ના ૭૭માં સ્વતંત્ર રાષ્ટ્રીય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં દેશભક્તિની ભાવના સાથે ધ્વજ લહેરાવતા સમગ્ર મુસ્લીમ વિસ્તાર દેશભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.










