
પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજપીપળા પોલીસના હાથે ઝબ્બે
રાજપીપળા : જુનેદ ખત્રી
ગુનાના કામના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની સુચનાઓ અનુસંધાને જી.એ.સરવૈયા નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા વિભાગ, રાજપીપલા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રાજપીપલા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને આર.જી.ચૌધરી નાઓએ નાસતા ફરતા આરોપીઓને ખાનગી બાતમીદાર તેમજ વોચ આધારે ઝડપી પાડવાની સુચના આપતા પો.સ.ઈ જે.એમ.લટા તથા રાજપીપલા ડી-સ્ટાફ પોલીસના માણસોએ રાજપીપલા પો.સ્ટે પ્રોહી એક્ટ મુજબના ગુનાના કામે છેલ્લા સાત માસથી નાસતો ફરતો આરોપી અમરસિંગ મોત્યા વસાવા રહે,સોરાફળી તા.અક્કલકુવા જી.નંદુરબાર રાજ્ય નાઓની બાતમી હકીકત મેળવેલ કે આજરોજ અમાસ હોય અને ઉપરોકત્ત જણાવેલ આરોપી કુબેર ભંડારી ખાતે દર્શન કરવા માટે નિકળેલ હોવાની બાતમી આધારે પોલીસે રાજપીપલા વડીયા જકાતનાકા તથા રંગઅવધુત પાસે નાકાબંધી કરી વોચ તપાસમાં રહી આરોપી રંગઅવધુત ખાતે આવતા ઝડપી પાડયો હતો






