
તા.૨૦ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા-આઈ.ટી.આઈ. ખાતે વિવિધ વ્યવસાયલક્ષી કોર્ષ ૨૫ જૂન સુધી પ્રવેશ મેળવી શકાશે. રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોરણા તાલુકાના ધો.૦૮ તથા ધો.૧૦ પાસ વિદ્યાર્થીઓ માટે વ્યવસાયલક્ષી વિવિધ કોર્ષ ઓગસ્ટ-૨૦૨૩થી શરૂ થશે.

આઈ.ટી.આઈ. ધોરાજી અને જામકંડોરણા ખાતે ૨ વર્ષના સમયગાળા માટે ફીટર, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, ૧ વર્ષના સમયગાળા માટે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ – કોપામાં પ્રવેશ મેળવી શકાશે. આઈ.ટી.આઈ. ધોરાજી ખાતે ૧ વર્ષના સમયગાળા માટે મિકેનીક ડીઝલ, વેલ્ડર, મિકેનીક ટુ એન્ડ થ્રી વ્હીલર, આર્મેચર મોટર રીવાઇન્ડીંગ/ કોઈલ વાઈન્ડર, ઓટોમોબાઈલ બોડી રીપેરર, ઓટોમોબાઈલ પેઇન્ટ રીપેરર, સોલાર ટેકનીશીયન તથા ૬ માસના સમયગાળા માટે સ્માર્ટ ફોન ટેકનીશિયન કમ એપ ટેસ્ટર, મહીલાઓ માટે બ્યુટી થેરાપિસ્ટનો કોર્ષ તદુપરાંત આઈ.ટી.આઈ. જામકંડોરણામાં એક વર્ષનાં સમયગાળા માટે ટુ વ્હીલર ઓટો રીપેર, સુઈંગ ટેકનોલોજી, ડ્રેસ મેકિંગના કોર્સનો સમાવેશ થાય છે.
વ્યવસાયલક્ષી વિવિધ કોર્સમાં તાલીમ મેળવી સ્વરોજગારી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ જાહેર રજા સિવાયના દિવસોમાં સવારના ૧૦ થી સાંજે ૫ કલાક દરમ્યાન આઈ.ટી.આઈ. ધોરાજી તેમજ આઈ.ટી.આઈ જામકંડોરણા ખાતે રૂબરૂ અથવા ફોન નં. ૦૨૮૨૪-૨૨૨૬૫૭ ઉપર સંપર્ક કરી શકે છે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ તા.૨૫ જૂન સુધી https://itiadmission.gujarat.gov.in પર ભરી શકાશે. ત્યારબાદ એડમીશન માટે સંસ્થા ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમ આઈ.ટી.આઈ. ધોરાજી તેમજ આઈ.ટી.આઈ. જામકંડોરણાનાં આચાર્યશ્રી કે.વી. વાઘમશીની યાદીમાં જણાવ્યું છે.








