
નાંદોદના ભદામ ગામે રહેણાંક મકાન માંથી ૪.૨૬ લાખની રકમના સોના ચાદીના દાગીના સહિત રોકડની ચોરી
બારીનો કાંચ તોડી મકાનમાં પ્રવેશી અજાણ્યા ચોરોએ હાથ સાફ કર્યો
રાજપીપળા: જુનેદ ખત્રી
ભદામ ગામે રબારી ફળિયામાં એક રહેણાંક મકાનમાં સોના ચાંદીના ઘરેણાં સહિત રોકડની ચોરીની ઘટના બનતા સમગ્ર ગામમાં ફફડાટ ફેલાયો છે

ફરીયાદી જયેશ ભાઈ રબારી જેઓ મકાનના ઉપરના માળે સુવા માટે ગયેલ હતા તે સમયે અજાણ્યા ચોર ઇસમ ફરીયાદીના મકાનના પાછળના ભાગે આવેલ બારીનો કાચ તોડી અંદરથી બારીની સ્ટોપર ખોલી મકાનમા પ્રવેશ કરી તિજોરીના ડ્રોવરમા ડબ્બામા મુકેલ સોનાના દાગીના અંદાજે સાડા પાચ તોલાના કિ.રૂ.૨,૯૧,૦૦૦/- તથા ચાદીની દાગીના કિ.રૂ.૩૫૦૦૦/- તેમજ રોકડ રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૪,૨૬,૦૦૦ ની મત્તાની ચોરી કરી ગયા હતા ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પોહચી તપાસ હાથ ધરી અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર મામલે ઇચ. પોલીસ ઈન્સપેક્ટર આર.એસ.ડોડીયા તપાસ કરી રહ્યા છે






