
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 09 માર્ચે નર્મદા જિલ્લામાં આવશે, આયોજન ને લઈ બેઠક મળી
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને રાજપીપલા નવા સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી
જુનેદ ખત્રી : રાજપીપલા
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈ આસામ થી તેઓ નીકળ્યા છે. આગામી 9 માર્ચના રોજ યાત્રા નર્મદા જિલ્લામાં પ્રવેશ થવાની છે તેના આયોજન માટે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ રોહિતભાઈ પટેલ, નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ જયદીપભાઇ વસાવા, નાદોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વસાવા, તિલકવાડા,ગરૂડેશ્વર, ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પ્રમુખો, રાજપીપળા શહેર કોંગ્રેસ પ્રમુખ માલવ બારોટ. સહિતના જિલ્લામાંથી પધારેલા યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી 9મી તારીખના રોજ ભારત જોડે યાત્રા નર્મદા જિલ્લામાં પ્રવેશ અને રાજપીપળા ખાતે આવેલ હરસિધ્ધિ માતા મંદિર ખાતે રાહુલ ગાંધી દર્શન કરીને રાજપીપળા વિસ્તારમાં રાહુલ ગાંધી પદયાત્રા કરશે.
નારણ રાઠવા ભાજપમાં જોડાતા કોંગી કાર્યકર્તાઓ ખુશ : હરપાલસિંહ ચુડાસમા (ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ)