ઠક્કર બાપા છાત્રાલય પાલનપુર ખાતે રોટરી કલબ પાલનપુર અને સરકારી વિનયન કૉલેજ (NSS) વિભાગ અમીરગઢ ના સંયુકત ક્રમે વૃક્ષો રોપાણ કાર્યક્ર્મ યોજાયેલ

25 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ઠક્કર બાપા છાત્રાલય પાલનપુર ખાતે રોટરી કલબ પાલનપુર અને સરકારી વિનયન કૉલેજ અમીરગઢ ના સંયુકત ક્રમે વૃક્ષો રોપાણ કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવેલ.આ કાર્યક્રમ માં સૌ પ્રથમ વાર રોટરી કલબ પાલનપુર ડાયમંડ સીટી અને સરકારી વિનયન કૉલેજ (NSS વિભાગ)અમીરગઢ, ના સયુંકત ક્રમે ઠક્કર બાપા છાત્રાલય પાલનપુર ખાતે વૃક્ષો રોપાણ કાર્યક્ર્મ યોજાયેલ.આ કાર્યક્રમ માં રોટરી કલબ ના પ્રમુખ શ્રી મૂકેશભાઈ મોઢ,સેક્રેટરી શ્રી ડૉ. નિશાંત ભાઈ, સરકારી વિનયન કૉલેજ અમીરગઢ ના પ્રો. ડૉ. મંજુલા બેન સાથે રોટરી કલબ ના મેમ્બર પ્રો. ડૉ.સુરેખા બેન પટેલ(પ્રો. જી.ડી.મોદી કૉલેજ પાલનપુર), કમલેશ ભાઈ પટની, ભુપેન્દ્ર ભાઈ સુથાર સાથે અન્ય રોટરીયન જોડાયેલ.શિક્ષણ, પર્યાવરણ જાગૃતિ વિશે રોટરી કલબ પાલનપુર દ્વારા બાળકો ને માર્ગ દર્શન આપવા માં આવેલ. કેમ્પસ માં છોડ નું પૂજન કરી ને વૃક્ષો નું રોપાણ કરેલ.ઠક્કર બાપા છાત્રાલય ના બાળકો એ એક એક વૃક્ષ તૈયાર કરવાના શપથ લીધા હતા. વૃક્ષ દત્તક લઈ ને તેના ઉછેર માટે સંકલ્પ કરેલ. રોટરી કલબ પાલનપુર અને સરકારી વિનયન કૉલેજ અમીરગઢ નો ઠક્કર બાપા છાત્રાલય પરિવાર તરફ થી. ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.આપ ભવિષ્ય માં અમારા કેમ્પસ માં રહેતા આ બાળકો ને મદદરૂપ બનશો એવી આશા વ્યક્ત કરી હતી.











