
તા.૦૫.૦૩.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા માનસિક રોગો ની સારવાર માટે જનજાગૃતિ ના યોજાયેલ કાયૅકમો
દાહોદ. નેશનલ હેલ્થ મિશન તથા રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાયૅકમ અંતર્ગત માનવસેવા. સામાજિક સેવાઓ અને આરોગ્યલક્ષી વિવિધ કામગીરી કરતી સ્વૈચ્છીક સંસ્થા રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા જનરલ હોસ્પિટલ દાહોદ ના સહયોગથી દાહોદ તથા દાહોદ તાલુકા ની શાળા ઓ કોલેજ. હાઈસ્કૂલ પ્રાથમિક શાળાઓ.પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જાહેર સ્થળો તેમજ સાવૅજનિક જગ્યાએ રોટરી સેવા સંસ્થાન દાહોદ અમલીકરણ સંસ્થા દ્વારા જીલ્લા આરોગ્ય તંત્ર. જનરલ હોસ્પિટલ બ્લોક હેલ્થ ઓફિસર ના માગૅદશન હેઠળ સંસ્થા ના પ્રમુખ ડો.નરેશ ચાવડા તથા હોદ્દેદારો. રેડક્રોસ ના તબીબી અધિકારી.કન્વિનર તબીબી તજજ્ઞો. આરોગ્ય લક્ષી નિષ્ણાત અનુભવી વ્યક્તિઓ દ્વારા રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાયૅકમ અનુલક્ષીને માનસિક બીમારી ના લક્ષણો. માનસિક રોગો ના કારણો. માનસિક રોગો. બીમારીઓ ની સારવાર માટે નિદાન માટે તથા આ સંબંધિત વિસ્તૃત માહિતી. માગૅદશન આપી જનજાગૃતિ દ્વારા કાયૅકમ કરવામાં આવ્યા છે સંસ્થા દ્વારા આશાવકૅરો.આગંણવાડી કાયૅકરો આરોગ્ય કમૅચારીઓ ને માહિતગાર કરી આ કાયૅકમ અંતર્ગત સાહિત્ય. પત્રિકાઓ નુ વિતરણ કરવામાં આવ્યું છે તથા માનસિક રોગીઓ ને હોસ્પિટલમાં વિના મુલ્યે સારવાર લેવા સંસ્થા દ્વારા અપિલ કરવામાં આવી છે