
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આઇસ્ક્રીમ ભરેલ ડીપફ્રીઝરમા સંતાડી લઈ જવાતો 1,05,120 રૂ.નો વિદેશીદારૂના મુદામાલ સાથે બે આરોપીને એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડ્યા..
પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લા પોલીસવડાની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ.કોરાટ ના નેતૃત્વમાં ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળતાં નવસારી એલસીબી ટીમ હાઇવે ન.48 પર વોચ ગોઠવી હતી.તે દરમ્યાન મુંબઈથી અમદબાદ જતા હાઇવે માર્ગ પર આવેલ વીર કા ઢાબા હોટલની સામેથી પસાર થતો મહારાષ્ટ્રના દહીંસરથી સુરત જતો બાતમી વાળો મારુતિ સુપર કેરી ટેમ્પો ન. RJ 27-GD-6828 આવતા તેને રોકાવી તલાશી લેતા સુપર કેરી ટેમ્પોમાં ગોઠવેલા ડીપફ્રીઝરના આઇસક્રીમ બોક્સની પાછળ સંતાડેલા પુઠાના 15 બોક્સમાં ભરેલ ભારતીય બનાવટની વિદેશીદારૂ ની નાની મોટી બોટલો નંગ 1012 જેની કિંમત રૂપિયા 1,05,120 અને સુપર કેરી ટેમ્પાની કિંમત 6 લાખ તેમજ અન્ય મુદ્દામાલ મળી 7,26,320 મુદ્દામાલ સાથે આરોપી (1.) રામલાલ ભૈરુલાલ ડાંગી રહે. કડોદરા સુરત તથા ( 2.) લાલુરામ દાદુરામ ડાંગી રહે. હાલ.કડોદરા સુરત ની ધરપકડ કરી ગણદેવી પોલીસ મથકે ગુનો નોંધી કરી દારૂ મંગાવનાર આરોપી પંકજ રહે.સુરત (જેનું પૂરો નામ ઠામ જણાય આવેલ નથી) ને વોન્ટેડ જાહેર કરી વધુની તપાસ ગણદેવી પોલીસ હાથ ધરી હતી.









