
સાગબારાનાં ધવલીવેર ગામે ટામેટા તોડવા જેવી નજીવી બાબતે ભાઇએ ભાઈને ચપ્પુ મારી હત્યા કરી
ચપ્પુના ઘા માર્યા બાદ દશ દિવસની સારવાર બાદ સુરતની હોસ્પિટલમાં મોત
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધવલીવેર ગામમાં ટામેટા તોડવા જેવી નજીવી બાબતે પોતાના સગા ભાઇને ચપ્પુ મારી મોતને ઘાટ ઉતારનાર ઇસમ સામે હત્યા નો ગુનો દાખલ થયો છે
મળતી માહિતી અનુસાર મરણ જનારના પુત્ર રાકેશભાઈ કાશીરામભાઈ વસાવા રહે.ધવલીવેર ની ફરિયાદ મુજબ માસીરામભાઈ કાયલાભાઈ વસાવા રહે.ધવલીવેર નાઓ એ તેમના સગા ભાઈ કાશીરામભાઇ કાયલભાઈ વસાવાને જણાવ્યું કે ખેતરમાંથી ટામેટા કેમ તોડી લાવે છે. તેમ કહી ભાઈ સાથે ઝગડો કરી ચપ્પુ વડે આ કાશીરામભાઇના પેટમાં ચપ્પુનો ઘા મારી ગંભીર ઈજા કરતા તેમને તાત્કાલિક સુરત ન્યુ સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યાં દસ દિવસની સારવાર દરમ્યાન તેમનું મોત નીપજતા સાગબારા પોલીસે માસીરામભાઈ વસાવા સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.







