GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી બંધ સિરામિકમાંથી શંકાસ્પદ હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો

મોરબી બંધ સિરામિકમાંથી શંકાસ્પદ હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો

 

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ બંધ સિરામિક કારખાનામાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો જેથી પોલીસ ટીમો દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ ચલાવી છે

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ લખધીરપુર રોડ પર આવેલ ન્યુ રોયલ સિરામિક નામના બંધ કારખાનામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા મોરબી તાલુકા પોલીસ ટીમે મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છેમોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button