ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : LCBએ માલપુર કવેરીયા ગામમાંથી 25 હજારનો શરાબ જપ્ત કર્યો,મોડાસા પોલીસે નવરાત્રીમાં દારૂ વેચવા આવેલ બુટલેગરને દબોચ્યો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

અરવલ્લી : LCBએ માલપુર કવેરીયા ગામમાંથી 25 હજારનો શરાબ જપ્ત કર્યો,મોડાસા પોલીસે નવરાત્રીમાં દારૂ વેચવા આવેલ બુટલેગરને દબોચ્યો

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ નવરાત્રી અને દિવાળી પર્વમાં પ્રોહીબીશનની શખ્ત અમલવારી માટે સતત દોડાદોડી કરી રહી છે અરવલ્લી એલસીબીએ માલપુરના કવેરિયા ગામના બુટલેગર ગોપાલસિંહ ખાંટના ઘરેથી 94 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો બૂટલેગર પોલીસ રેડની જાણ થતા ફરાર થઇ ગયો હતો મોડાસા ટાઉન પોલીસે ખલીકપુર ગામ નજીક મોપેડમાં દારૂ વેચાણ કરવા ફરતા રામેળા ગામના વિજય કટારા નામના બુટલેગરને દબોચી લઇ 46 હજારનો દારૂ ઝડ્પ્યો હતો

અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે કવેરીયા ગામનો ગોપલસિંહ ફતેસિંહ ખાંટ નામનો બુટલેગર ઘરમાં વિદેશી દારૂનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ કવેરીયા ગામમાં ગોપલસિંહ બુટલેગરના ઘરે ત્રાટકી ઘરની તલાસી લેતા ઘરમાં ટાઇલ્સ નીચે બનાવેલ ગુપ્તખાના માંથી વિદેશી દારૂની બોટલ-બિયર ટીન નંગ-94 કીં.રૂ.25550/-નો જથ્થો જપ્ત કરી બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે સહયોગ ચોકડી નજીક પેટ્રોલિંગ હાથધરતા ખલીકપુર ગામમાંથી એક બુટલેગર દારૂ ભરી મોપેડ પર આવતો હોવાની બાતમી મળતાં પોલીસે બાતમી સ્થળ પર વોચ ગોઠવી રોડ પરથી પસાર થતા જ્યુપિટરને અટકાવી તલાસી લેતા વિદેશી દારૂ અને બિયર ટિન મળી નંગ-176 કીં.રૂ 46000/- અને મોપેડ મળી કુલ રૂ.1.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર વિજય ચંદુ કટારા (રહે,રામેળા-ભિલોડા)ને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

[wptube id="1252022"]
Back to top button